નડિયાદમા વરસાદી પણીના નિકાલ માટેના કાંસના સ્લેબ ઠેકઠેકાણે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મીલ રોડ, સરદાર ભવન પાસે સ્થિતિ એટલી ભયાજનક બની છે કે અહીંયા કોઈ આકસ્મિક રીતે પડી જાય તો ગંભીર રીતે ઘાયલ થાય એમ છે. કોઈ મોટી હોનારત સર્જાશે પછી તંત્ર જાગશે તેમ નાગરિકો જણાવી રહ્યા છે. આવા તૂટેલા તથા જર્જરિત બનેલા કાંસમાં કચરો અંદર ગરકાવ થઈ ગયો છે. જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધ ઊભો થશે તેવી ભીતિ ઉભી થઇ છે.આવનાર દિવસોમાં ચોમાસાની સિઝન શરૂ થનાર છે. ત્યારે તંત્ર પ્રિ-મોન્સૂન પ્લાન મુજબ તૈયારી કરશે જેમાં આવા ખુલ્લા અને જોખમી તથા જર્જરિત બનેલા કાંસોનુ યોગ્ય સમારકામ થાય તેવી માંગ પ્રબળ બની છે. પહેલા આવા જર્જરીત અને ખુલ્લા કાંસ પર આરસીસી સ્લેબ ભરવામાં આવે તેમ નગરજનો જણાવી રહ્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદમાં વરસાદી કાંસના તૂટેલા સ્લેબ બનાવવા લોકોની માંગ.
Advertisement