નડિયાદ સમડી ચકલા ખાતે આવેલ શ્રી મોટા નારાયણ દેવ મંદિરનો ૨૧૫ મો પાટોત્સવ તા. ૭ મે વૈશાખ સુદ- ૬ ને શનિવારના રોજ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સવારે મંગળા આરતી બાદ નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય વિમલભાઈ વ્યાસ તથા નડિયાદના ભાવેશભાઈ દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી નારાયણ દેવ ભગવાનનો મહાઅભિષેક જેમાં( ભારતની પવિત્ર નદીઓના જળ,કેસર સ્નાન, પંચામૃત સ્નાન કરવામાં આવશે) મહાઅભિષેક બાદ ૧૧:૦૦ કલાકે ૧૦૮ દિવાની શણગાર આરતી કરવામાં આવશે. રાત્રે શ્રી નારાયણ દેવ ભજન મંડળ દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો નડિયાદના ધર્મપ્રેમી હરિભક્તોએ દર્શનનો લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement