મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પોતાના કર્મ, સમભાવ સ્વભાવ અને સરળતા થકી ગામને રૂડુ રૂપાળુ અને સમૃધ્ધ કરનાર સ્વ. બેચરભાઇ જગાભાઇ બારૈયાના પરિવારના સહયોગથી તથા સ્વ. ગોરધનભાઇ પુજાભાઇ ઠાકોરના પરિવારના સહયોગથી ખેડા તાલુકાના કાજીપુરા ગામે દેવીપૂજક સમાજના દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત નવ દંપતિઓને શુભેચ્છા સહ આર્શિવચન કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણએ પાઠવ્યા હતા.
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમુહ લગ્નો દ્વારા સમાજમાં એકતા અને સંવાદિતા સ્થપાય છે અને સમાજમાં કુટુંબ ભાવનાને વેગ મળે છે. સમાજના સૌ નાગરિકો ભેગા થાય છે અને સમાજ મજબુત થાય છે. તેઓ એ નવ દંપતિઓને શુભેચ્છા સહ આર્શિવચન પાઠવતા જણાવ્યું હતું કે, સંસારમાં પતિ-પત્નિ એકબીજાના પુરક બનીને જીવે તો સુખી દામ્પત્ય જીવન લોકો માટે પ્રેરણારુપ બને. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, આજના મોંધવારીના જમાનામા સમુહ લગ્નો ખુબ જ જરૂરી છે. સમુહ લગ્નના માધ્યમથી સમાજમાં ખોટા ખર્ચાઓ અને દેખાદેખીની બદીને રુખસદ મળશે. આ બદી નાબુદ થવાથી અનેક કુટુંબો સુખ શાંતિથી પોતાનું જીવન જીવી શકશે. એક બીજાની દેખાદેખીમાં અનેક કુટુંબો હદ બહારની ખર્ચ કરી નાખે છે અને તેના પરિણામે લાબા ગાળા સુધી કુટુંબના સભ્યોને પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે. સમુહ લગ્નાના માધ્યમથી જે તે સમાજની એકતા મજબુત થાય છે અને સમાજના માણસની તકલીફમાં સમાજ સાથે ઉભો રહે છે. તેઓને નવ દંપતિઓને સુખમય દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ સહ આર્શિવચનો પાઠવ્યા હતા. આ પ્રસંગે સ્વ. બેચરભાઇ તથા સ્વ. ગોરધનભાઇના કુટુંબીજનો, અગ્રણીઓ, ગામના નાગરિકો અને મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ