Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ.

Share

નડિયાદ તાલુકાની વાલ્લાના હિતેશભાઈ બ્રહ્મભટ્ટે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ કર્યો છે. જે સમગ્ર ખેડા-આણંદમાં સૌ પ્રથમ પ્રયાસ છે પ્રવેશદ્વારે તિરંગો રંગ શોભે છે, સાથે બન્ને બાજુએ ઊભેલી વિશાળ લાલ પેન્સિલ ખૂબ આકર્ષક દેખાય છે. શાળાના સાત પગથિયાં એ જાણો કે. સફળતાના સાત પગથિયાં છે. વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ સફળતાના સાત પગથિયાં ૧
સ્વપ્ન, ૨ સંકલ્પ ,૩ આયોજન, ૪ શ્રમ, ૫ શ્રમ, ૬ શ્રમ અને ૭ શ્રમ સફળ થવાની અનેરી પ્રેરણા આપે છે. સાથે આ સાત પગથિયાંના સાત મેઘધનુષી રંગ પણ ખુશહાલ જીવન માટે જાણે કે મહેનત કરવાની શીખ આપે છે.

આ દરવાજા પાસે જ મોટી સ્લેટ પણ છે જેમાં લખેલ સૂત્ર પણ ખૂબ જ સૂચક છે. “મારી દઉં હું ઘરને તાળા, મને વહાલી મારી શાળા.”અહીં બાળકોનો કિલ્લોલ નજરે પડે છે. પોતાના ઘરને તાળા મારી દઈ દોડીને શાળાએ આવેલ આ બાળદેવોના હાથમાં ચાવીઓ પણ છે. કહેતાં ઘર જેવું કે ઘરથી પણ સવાયું વાતાવરણ શાળામાં અનુભવાય છે તેથી જ તાળા મારી દોડીને શાળામાં આવ્યા છે આજુબાજુ બાળકોના મનગમતા કાર્ટુન પાત્રો ભણતરનું મહત્વ સમજાવી રહ્યા નજરે પડે છે.

સાથે આઝાદીના અમૃત મહોત્સવનું પ્રતિક પણ ઉત્સાહ પ્રેરક બની રહે છે. તન-મન-ધન અને સમયદાન આપીને હિતેશભાઈ બ્રહ્મભટ્ટે ખૂબ જ આકર્ષક પ્રવેશદ્વાર તૈયાર કરી બાળદેવોને અર્પણ કરેલ છે.પ્રેરક નવતર વિચાર, આયોજન અને શાળા સમય બાદ-રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં શાળાએ જઈ -જઈને સ્વખર્ચે કરેલ આ પ્રયોગથી શાળા અને વાલ્લા ગામની શોભા ખૂબ જ વધી ગઈ
શાળાના વિદ્યાર્થીઓના શુભ હસ્તે આ પ્રવેશદ્વારને અર્પણ કરાયો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને આવકાર્યા હતા. આ પ્રસંગે આચાર્ય જયપાલસિંહ ઝાલા, સરપંચ અશ્વીનભાઈ વાળંદ, ઉપ સરપંચ અશોકભાઈ પરમાર, શાળા પરિવાર, એસ એમસી સભ્યો તથા ગ્રામજનો
ખાસ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે કોરોનાથી નિધન, 5 દિવસ અગાઉ જ પત્નીએ લીધી હતી અંતિમ વિદાય : પી.એમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat

હાલોલમાં વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા શ્રીજી પ્રતિમાનું ઉત્સાહભેર આગમન કરાયું

ProudOfGujarat

પંચમહાલ: જાંબાજ LCB અને SOG ટીમનું સંયૂક્ત ઓપરેશન, ચાર ધાડપાડુઓની ગેંગ ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!