વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ગરમીમાં જરૂરિયાત મંદ લોકોને ૧૫ હજારથી વધુ ચંપલ વિતરણ કાર્યક્રમ યોજાયો. ચરોતરના 400 થી વધુ ગામડાઓમાં સ્વયંસેવકોએ દરિદ્રનારાયણની ચંપલ પહેરાવાની સેવા કરી.
શ્રીહરિનો રાજીપો પ્રાપ્ત કરે છે ઉનાળાની ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણના પગ દઝાય નહીં તેનાથી બચી શકે તે માટે નાસિકના પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તપોવન બ્રહ્મચર્ય આશ્રમના યજમાન પદે વડતાલ મંદિર દ્વારા ૧૫ હજારથી વધુ ચપ્પલ વિતરણનો કાર્યક્રમ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદ સફેદ તથા વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીના અધ્યક્ષ પદે યોજાયો હતો. વડતાલ મંદિરના સ્વયંસેવકોની 38 ટીમો દ્વારા ચરોતરના બંને વિસ્તારના ગરીબ પરિવારોના વૃદ્ધો તથા બાળકોને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યા હોવાનું કોઠારી ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું. વડતાલમાં દર માસના પ્રથમ રવિવારે યોજાતી રવિ સભામાં વચનામૃત કથાને કેન્દ્રમાં રાખીને રવિ સભા અંતર્ગત વિવિધ સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે જેમાં ચંપલ વિતરણ હોય વૃદ્ધાશ્રમોમાં ફ્રૂટ વિતરણ, વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ જેવી સેવાઓ કરવામાં આવે છે. 64 ની રવિ સભા અંતર્ગત રવિ સભામાં દરીદ્ર નારાયણો તથા જરૂરિયાત મંદોને ચપ્પલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ચરોતરના ૪૦૦ થી વધુ ગામોમાં મંદિરના સ્વયંસેવકોએ પહોંચી જરૂરિયાત મંદ લોકોને ચંપલ વિતરણ કર્યું હતું. જેની વ્યવસ્થા સંસ્થાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ