Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ઉત્તરસંડા રેલવે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં આગ લાગતાં અફરાતફરી.

Share

હાલના દિવસોમાં દેશના જુદાજુદા વિસ્તારોમાં પેસેન્જર ટ્રેનની બોગીમાં કે ગુડસ ટ્રેનના વેગનોમાં આગ લાગવા અંગેની ઘટનાઓ વધી રહી છે. જેમ કે નડિયાદ પાસેના રેલવે ટ્રેક પર ઉત્તરસંડા રેલ્વે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં અચાનક આગ લાગી હતી.

મળતી માહિતી મુજબ નડિયાદ પાસેના ઉત્તરસંડા રેલવે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં આગ લાગી હતી. કોઈ કારણસર આગ લાગતાં ડ્રાઇવર અને ટ્રેનના ગાર્ડ દોડી આવ્યાં હતાં. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરતાં ફાયર ટીમ ઉત્તરસંડા રેલવે સ્ટેશન પહોંચી વેગનમાં પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી દીધી હતી. વધુમાં આ ગુડસ ટ્રેન હજીરા સુરતથી પાલનપુર જતી હતી. જેમા ક્રીભકો ઈન્ફરાસ્ટ્રક્ચર પ્રાઇવેટમાંથી માલ સામાન ભરી જઈ રહી હતી અને આગ લોખંડની પ્લેટ ભરેલા વેગનમાં લાગી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર તાલુકા રોહિત સમાજ દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો…..

ProudOfGujarat

નર્મદા નદીમાં પાણી ન છોડતાં નદી રેલા સ્વરૂપે..

ProudOfGujarat

ભરૂચ : દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ૧૫૦૦ વૃક્ષોની રોપણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!