નડિયાદના કપડવંજમાં રેલવે સ્ટેશન પર ચાલતી રો મટીરીયલની કામગીરીથી થતાં પ્રદૂષણને સત્વરે બંધ કરવા માટે વોર્ડ નંબર 3 ના જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત અધિકારી કપડવંજ સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કપડવંજ રેલવે સ્ટેશન ખાતે માલગાડીમાં કાચામાલની આવન-જાવન પ્રક્રિયા થતી હોય છે જેને રહેણાંકના વિસ્તારથી દૂર લઈ જવા માંગ કરવામાં આવી હતી. સિમેન્ટનો કાચો માલ, બોકસાઇટ, કલિનકર, કોલસા જેવા જ સર્વે રો મટીરીયલની કામગીરીથી થતું પ્રદુષણ ફેલાય છે જેના કારણે પશુ-પંખી અબોલ જીવ માનવીય સ્વાસ્થ્યને સૌથી મોટો ભય રહે છે. અમારા વિસ્તારના મજૂર વર્ગ સાથે ઘોર અન્યાય થાય છે તેમજ આ પ્રવૃત્તિથી બાળ મજૂરીને ઉત્તેજન મળતું હોય શૈક્ષણિક સંકુલમાં આવેલા બાળકોની ઘોર ઉપેક્ષા થતી હોય તેમજ ઘણાં લાંબા સમયથી અમારા દ્વારા આ વિષય પર રજૂઆતો કરવામાં આવેલી છે તેમ છતાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. આથી આવેદનપત્ર પાઠવી કપડવંજ રેલવે સ્ટેશન પર ચાલતી રો મટીરીયલની કામગીરી થતાં પ્રદૂષણને સત્વરે બંધ કરવા માટે અમારી રજૂઆત છે. કપડવંજના રેલવે સ્ટેશન પર થતી રો મટીરીયલની કામગીરીથી ૧૫ હજારથી વધુ લોકો આ હાલત ભોગવી રહ્યા છે આ વિસ્તારની આસપાસમાં વસવાટ કરતાં વિસ્તારોમાં જેમ કે ગોપાલપુરા, ભટ્ટની ચાલ, ગાયત્રી સોસાયટી, શક્તિનગર, મહાસુખ ભવન, રેલવે સ્ટેશન રોડની ચાલી, કપડવંજ રેલવે સ્ટેશન કોલોની, યાદવ ગેરેજ, મંગલમ એન્જિનિયરિંગ, નાના-મોટા ઉદ્યોગકારોને આ કામગીરીથી ઘણા લાંબા સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આથી અમારી પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત છે કે આ કામગીરીને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને માનવીય સ્વાસ્થ્યની સુરક્ષાની તકેદારી રાખવામાં આવે. આવેદન પત્ર પાઠવતા વખતે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7 ના જાગૃત નાગરિકો જયંતીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ સહિતના પ્રતિનિધિઓ અંકુર પાર્ક સોસાયટીના પ્રમુખ તેમજ આકાશ ગંગા સોસાયટીના પ્રમુખ પણ જોડાયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ