Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં 4 કિલો ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

નડિયાદમાં એલસીબી પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન શ્રેયસ ગરનાળા પાસેથી બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ એલસીબી પોલીસ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રેયસ ગરનાળા પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનકસિંહને મળેલ બાતમીના આધારે (1) મહમંદ શહેરોજ ઉર્ફે રોનક મહમંદ સલાઉદ્દીન મહમંદ નશરૂદ્દીન અન્સારી રહે.સાસારામ, જકીસઇદ, (બિહાર) (૨) સોનુકુમાર ગબુશંકર ખટીક મુળ રહે.અમરાતલાવ, તળાવ પાસે, કરવંદીયા (બિહાર) હાલ રહે.નડીયાદ, પીજ ચોકડી, ઉત્સવ ફુડ કંપનીના ક્વાર્ટસમા નડીયાદ નાઓ પાસપરમિટ વગરના 4 કિલો ગાંજા સાથે કિંમત રૂપિયા 40000 તેમજ અન્ય માલ સામાન મળી કુલ મુદ્દામાલ 51040 સાથે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડયા છે. આ ગાંજો બિહારના ગોલુ નામના શખ્સે મંગાવેલો હોય આ ગાંજાના જથ્થાને ક્યાં મોકલવાનો હોય તે સહિતની વિગતોનો તાગ મેળવવા માટે એલસીબી પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ આ કેસમાં એસઓજી પોલીસ ચલાવી રહી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડતાલધામમાં હનુમાનજીનું વિશેષ પૂજન આરતી અને અન્નકૂટ યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : સુરવાડી બ્રિજથી ચૌટાનાકા તરફનો માર્ગ બિસ્માર બનતા અકસ્માત સર્જાવાની ભીતિ.

ProudOfGujarat

ભરૂચમાં મતગણતરી નો પ્રારંભ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!