Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદ : કલેકટરની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Share

મહુધા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ અરજદારોના પ્રશ્નોના કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા. અરજદારોનો હકારાત્મક નિકાલ આપતા તેઓ એ કલેકટર અને સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. તેમજ સ્થાનિક અન્ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનાઓ આપવામાં આવ્યા.અરજદારો દ્વારા વિધવા સહાય, રેશન કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત પ્રાંત અધિકારી ગૌરવભાઇ મકવાણા, મામલતદાર સહિત પોલિસ વિભાગના અધિકારીઓ, સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

ભરૂચનાં કોલેજથી જ્યોતિનગરનાં માર્ગની કામગીરી ગોકુળ ગતિએ થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ProudOfGujarat

પંચમહાલ મોરવા હડફના ગ્રામ્યવિસ્તારોમાં હવે કોરાના વાયરસના પગલે બહારગામના વ્યક્તિને NO ENTRY પ્રવેશરોડ પર ઝાડી ઝાખરાની આડાશ મૂકાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!