Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રેમ સંબંધમાં ખૂન કેસના આરોપીને આજીવન કેદની સજા આપી નડિયાદ સેશન્સ અદાલતે સમાજમાં દાખલો બેસાડ્યો.

Share

પ્રેમ સબંધમાં ખૂન કેસના આરોપીને આજીવન કેદની સજા તથા દંડ ફટકારતી નડીઆદની સેશન્સ કોર્ટ

બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી રવજી ઉર્ફે ચકુ મહીપતસિંહ વાઘેલા રહે.વિજ દરબારવાસ તા.કડી (મરનારના ભાઈ) નાઓએ ખેડા ટાઉપ પો.સ્ટે.ગુ.ર.નં.૫૧૮ થી એ મતબલતની ફરીયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ પૈકી આરોપી નં.૧ જમીરખાન પરબતખાન ભંડેરી રહે. હાથજ ભંડેરી ફળીયું, તા.નડીઆદ જી.ખેડા નાઓ મરણજનાર વાધુજી મહીપતસિંહ વાઘેલાની પત્ની હીનાબેનને પ્રેમ સબંધ હોય હીનાબેનના પતિ મરણજનાર વાધુજીનો કાંટો કાઢી નાખવા તા.૯/૧/૨૦૧૮ ના રોજ મરણજનાર હાથજ ગામે આવવાના હોય આરોપીઓએ મરણજનાર વાધુજીને નડીઆદ કબ્રસ્તાન ઉ૫૨થી આરોપી નં.૧ ની સી.એન.જી.રીક્ષા નં.જી.જે.૭.વી.વી.-૪૩૩ માં બેસાડી સાથે લઈ કમળા ચોકડી ઉ૫૨ આવેલ પેટ્રોલપંપ ઉપર જઈ રીક્ષામાં ગેસ પુ૨ાવી દુકાન ઉપરથી આરોપી નં.૩ નાએ જીરા સોડાની બોટલ લઈ તેમાં ઘેનની ગોળીઓનો ભુક્કો ક૨ી પાવડર બનાવી જીરાની સોડામાં નાખી ત્યાંથી મરણજનારને રીક્ષામાં લઈ ડભાણ ગામની સીમ ગુરુકુળની પાછળ નહેર ઉપર જઈ મ૨ણાના૨ને દારુમાં ઉપરોકત ઘેનની ગોળીઓવાળું સોડા નાખી મરણજનારને દારૂ પીવડાવી મરણજનાર બેભાન થઈ જતાં મરણજનારને રીક્ષામાં બારંજના સુધી લઈ જઈ બારેજાથી ખેડા તરફ પરત આવતાં રસ્તામાં આરોપીઓએ મરણજનારના પાકીટમાંથી રૂ.4700– તથા એક ઈન્ટેક્ષ કંપનીનો મોબાઈલ ફોન કાઢી લઈ ખેડા નજીક ખેડા મહેમદાવાદ રોફ દેદરડા તરફ જવાના રોડ નજીક આવેલ ખેડા ગામની સીમ સાત તાણીયા વિસ્તારમાં આવેલ ગાંડા બાવળની ઝાડીમાં અંધારાનાં દરમ્યાન તકનો લાભ લઈ મરણજનારને રીક્ષાની નો એન્ટ્રીના સાઈડે આવેલ સ્ટેન્ડ ઉપર મરણજનારનું બેભાન હાતલમાં માથું બહાર કાઢી રીક્ષાના પ્રેક વાયરથી મરણજનારના ગળામાં આંટી મારી એક તરફ આરોપી નં.૧ નાએ તથા બીજી તરફ આરોપી નં.૨૩ નાએ સામસામે બ્રેક વાય૨ ખેંચી ગળે ટુપો આપી મોત નીપજાવી પુરાવાનો નાશ કરવા મ૨ાજના૨ની વમજીની લાશને બાજુમાં આવેલ પાણી ભરેલ ખાડામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરી રીક્ષા લઈ મહેમદાવાદ ખાત્રજ ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ ઉપર ગેસ પુરાવો પોતાના ગામ હાથજ ત૨ફ નાશી જઈ ગુનો કરેલ, જે મતલબની ફરીયાદની ફરીયાદ ખેડા ટાઉન પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં.૫૧૮ થી આપતાં ઈ.પી.કો.કલમ ૩૦૨, ૩૨૮, ૨૦૧,૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસની કાર્યવાહી કરેલ. આરોપીઓ વિરુધ્ધ પુરતો પુરાવો હોઈ ચાર્જશીટ ક૨વામાં આવેલ. સદ૨ ગુનાનો સેસન્સ કેસ નં.૩૭૨૦૧૮ થી ખેડા જીલ્લાની એડી.સેસન્સ જજ શ્રી ડી.આર.ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે સરકાર તરફે સરકારી વકીલશ્રી પી.આર.તીવારી નાઓએ નામ કોર્ટમાં ૬૧ દસ્તાવેજી પુરાવાઓ તથા ૩૮ મૌખીક પુરાવાઓ સરકારી વકીલaએ રજુ કરેલા.

Advertisement

સદર કેસમાં ફરીયાદ પક્ષ તરફે સરકારી વકીલ પી.આર તીવારી નાઓની દલીલ કે જો આ કેસોમાં સજા થાય તો ભવિષ્યમાં આવા ગુનાનો થતા અટકી જાય અને સમાજમાં અને ગામમાં કાયદાનો ડર બેસે તે હેતુથી કાયદામાં જણાવેલી પુરેપુરી અને સખત સજા કરવી જોઈએ એવી દલીલોને ગ્રાહય રાખી ખેડા જીલ્લાના મહે.એડી.સેસન્સ જજ સાહેબ ડી.આર.ભટ્ટ સાહેબ નાઓએ આરોપીને નીચે મુજબની સજાઓ કરેલ છે.

આરોપી જમીરખાન પરબતખાન ભંડેરી નાઓને ઈ.પી.કો.કલમ ૩૦૨ ના ગુનામાં તકસીરવાન ઠરાવી આવન કેદ તેમજ રૂા.૨૫,૦૦૦|- નો દંડ ના ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે. તથા ઈ.પી.કો.ક.૨૦૧ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રુ.પ,૦૦૦– દંડ, દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ઈ.પી.કો.ક.૩૨૮ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫,૦૦૦|– દંડ, દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

આરોપી જમીરખાન પરબતખાન ભંડેરીએ ગુજરનારની પત્નીને રૂ.૪,૦૦,૦૦૦– વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. જયારે રૂ.૨,૫૦,૦૦૦/– ગુજરાત સરકાર એ વીકટીમ કમ્પનસેશન સ્કીમ હેઠળ ચુકવવાનો આદેશ કરેલ છે. આ કામે આરોપી નં.૨ વસીમખાન ઉર્ફે ચિનો યુસુફખાન પઠાણ તથા આરોપી નં.૩ અલ્ફાફ ઉર્ફે કાલીસ હુસૈન પઠાણને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વાંકલ : “ધન્યવાદ કોરોના વોરિયર્સ” કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડા મથકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ, જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

કેરલાના અયપ્પા ભગવાનના ભક્તો દ્વારા નામ જપ યાત્રા અંકલેશ્વર ખાતે યોજાય હતી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના ભાજપના ઉમેદવારે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!