દેશમાં ૨૧ મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ જ્યારે આઝાદીના ૭૫ મુ વર્ષ ઉજવી રહ્યું છે તેના ભાગરૂપે ભારત સરકારના તાર-ટપાલ અને સંચાર વિભાગ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૨ ના કાઉન્ટ ડાઉન-૨ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આજે નડીયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ ની ઉજવણી કરતાં જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ યોગ દિવસની ઉજવણીમાં તાર-ટપાલ અને સંચાર વિભાગના દેશના ૧૦૦ જેટલા વિભાગોના ૫૦ હજારથી વધારે કર્મચારીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવી દિલ્હીથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ જીતેન્દ્ર ગુપ્તા, પોષ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાતના પ્રિતીબેન અગ્રવાલ, સુપ્રિટેન્ડન્ટ ઓફ પોષ્ટ ઓફિસ ખેડા મંડલના એન.જી.રાણા સહિત ખેડા ડિવિઝનના પોષ્ટના અધિકારી ઓ તથા કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી :નડિયાદ