Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના દાવડા-દેગામની યુનીશન પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ.

Share

નડિયાદ પાસેના દાવડા-દેગામ‌ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં આજે આગ લાગી હતી. તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ત્રણ ફાયર બ્રાઉઝરો ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.

નડિયાદની ૪ થી વધુ વોટર બ્રાઉઝર તથા આણંદના ૨ વોટર બ્રાઉઝર દ્વારા હજારો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એ બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે આ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં કોઈ જનહાની સર્જાઈ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં એમ ડી ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે પોલીસ પુત્ર સહિત અન્ય એકની ધરપકડ કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ.

ProudOfGujarat

નાંદોદના બીતાડામાં તાલિબાની કૃત્ય:પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકની માતાને ખૂંટે બાંધી માર માર્યો.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ગામ પાસે આવેલ વાયલાઈન વર્કસ કંપનીમાં લાગી અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!