Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં કોંગ્રેસ સમિતિએ જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે વિરોધ કર્યો.

Share

ગુજરાત રાજયના વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડનો કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ ફરિયાદને રદ કરવામાં આવે તેવી માંગ સાથે અગાઉ ખેડા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે આજે લોકશાહી બચાવો સંવિધાન બચાવોના નારા હેઠળ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નડિયાદમાં આંબેડકરની પ્રતિમા પાસે સોમવારે કોંગ્રેસના આગેવાનોએ એકઠા થઈ મોઢા પર કાળી પટ્ટી બાંધી મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેં હું ચોકીદારના સૂત્રને ખરા અર્થમાં સાબિત કરી આપતાં સંસ્કારદીપ વિદ્યાલયના વાલીઓ…

ProudOfGujarat

સુરતની વરાછા પોલીસ લોકઅપમાં મૃત્યુ પામેલ શખ્સનાં પરિવારજનોએ હોસ્પિટલમાં ધરણાં આદરી પોલીસ તંત્ર સામે લડાયક મૂડ અખત્યાર કર્યો છે.

ProudOfGujarat

ઝઘડીયા : તાડફળીનાં વેચાણ પર લોકડાઉનની અસર વર્તાય, તાડફળીનું વેચાણ કરતાં કેટલાક પરિવારો બેરોજગાર બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!