આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં નગર નડીઆદમાં આત્મનિર્ભર કિસાન સંમેલનનું જીલ્લાસ્તરનું આયોજન કરેલ છે, જેમાં જીલ્લાના ખેડૂત અગ્રણીઓ તથા જીલ્લાના પદાધિકારીઓ પધારશે. સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ભ્રાતા અર્જુનસિંહ મંત્રી ગ્રામ વિકાસ તથા અતિથી વિશેષ તરીકે ભ્રાતા કે.એલ.બચાણી કલેક્ટર, નયનાબેન પટેલ પ્રમુખ જીલ્લા પંચાયત ભ્રાતા એમ.કે.દવે DDO ભ્રાતા દિપકભાઈ રબારી જીલ્લા ખેતી અધિક્ષક ભ્રાતા સંજયસિંહ મહિડા પ્રમુખ તાલુકા પંચાયત ભગિની સ્નેહલબેન પટેલ પ્રમુખ, વસો તાલુકા પંચાયત ભ્રાતા જીતેન્દ્ર સુથાર ડાઈરેક્ટર, આત્મા પ્રોજેક્ટ નાબાર્ડના ભ્રાતા રાજેશભાઈ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ગ્રામવિકાસ પ્રભાગના રાષ્ટ્રિય સંયોજિકાબી.કે. તૃપ્તિબેન પણ પધારશે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, બ્રહ્માકુમારી સંસ્થાનો કૃષિ અને ગ્રામવિકાસ પ્રભાગ – શાશ્વત યૌગિક અને જૈવિક ખેતીની વિસ્તૃત જાણકારી આપી ખેડુતોને બિનજરૂરી ખર્ચમાંથી મુક્ત કરવાના અનેરા પ્રયાસમાં સેવારત છે તથા ગ્રામવિકાસના સર્વાંગી વિકાસ માટેપણ સમસ્ત ભારતમાં સેવા કરી રહેલ છે.
તારીખ ૨૫ એપ્રિલ, ૨૨ સોમવારના રોજ સાંજે ૫ કલાકે પ્રભુ શરમણમ્, બ્રહ્માકુમારીઝમાં પધારી ખેડૂત મિત્રોને લાભ લેવા જણાવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ