Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના કપડવંજમાંથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

કપડવંજ એલ.સી.બી. પોલીસે જુગાર રમતા ૧૦ જુગારીયાઓને ઝડપી પાડ્યા છે.

નડિયાદ કપડવંજની પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે અ.હેડકો.મહેશભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મોજે કપડવંજ ડાકોર ચોકડી બાગવાળા ફળીયા ખાતે કેટલાક શખ્સો પત્તાપાના વડે જુગાર રમતા હોય આ ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફ સાથે રેઇડ કરતા કુલ ૧૦ ઇસમોને પકડી પાડયા હતા (૧) સબ્બીર હુસેન યાસીનમીયા મલેક રહે, ઠાસરા તાજપીર નગરી મકાન નંબર-૩૮ ખેતીવાડી સામે ઠાસરા (ર) યુસુફભાઇ ઉર્ફે ઇસો ઉસ્માનભાઇ શેખ રહે,કપડવંજ મહંમદઅલી ચોક કોહીનુર ગલી કપડવંજ (૩) ઇમરાન ઉર્ફે મુન્નો કાલુભાઇ શેખ રહે,કપડવંજ ગોપાલપુરા ભટ્ટી વિસ્તાર કપડવંજ (૪) ગોતાજી શંકરજી પરમાર રહે,વેજલપુર ભાથીજી મંદિર સામે હાલ રહે, કપડવંજ જેનરેટર ની ફેકટર માં કપડવંજ (૫) સમરથભાઇ રાયસીંગભાઇ રાઠોડ રહે,ઉદાપુરા તાબે દાસલવાડા કપડવંજ (૬) ભાથીભાઇ શીવાભાઇ રાઠોડ રહે,નીરમાલીના મુવાડા તાબે અંતીસર કપડવંજ (૭) રમેશભાઇ ઉર્ફે લાલો મંગાજી ઠાકોર રહે,અંતીસર દરવાજા વૈધનાથ મહાદેવ પાસે, કપડવંજ (૮) ગણપતભાઇ રયજીભાઇ પરમાર ઉ.વ.૪૧ રહે,જાખેડ તલાટીવાળુ ફળીયુ, ઠાસરા (૯) રયજીભાઇ પ્રભાતભાઇ પરમાર રહે,સાવલી વાળુ ફળીયુ, વિશ્વનાથપુરા કપડવંજ (૧૦) અરજણભાઇ કાળાભાઇ પરમાર (દેવીપુજક) રહે,સાલોડ,મોટી રતનાગીરી માતાના મંદિર વાળુ ફળીયુ, કપડવંજ નાઓને જુગાર રમતા ઝડપી પાડી પકડાયેલ તમામ આરોપીઓની અંગ-જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૫,૬oo ના જુગારના સાધનો સાથે મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ કપડવંજ ટાઉન પો.સ્ટે. જુગારા ધારા મુજબનો ગુનો દાખલ કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કેસમાં વધુ તપાસ નડિયાદ એલસીબી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી અજમેર બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને સૂત્રધાર સુરેશ નાયરને ATS દ્વારા ઝડપી લેવાયો.

ProudOfGujarat

મહેદવિયા વિદ્યાભવનના વિદ્યાર્થીઓનો કૃષિ યુનિવર્સિટીનો પ્રવાસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!