Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં અજાણ્યા શખ્સ દ્વારા હનુમાનજીની મૂર્તિને ખંડિત કરાતા ચકચાર.

Share

નડિયાદ શહેરના જિલ્લા પંચાયત નજીક શહીદ સ્મારક પાસે જાગેશ્વર હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાની મૂર્તિ શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા શખ્સ પથ્થર મારીને ખંડિત કરી હતી. આ અજાણ્યો શખ્સ ૨૫ થી ૩૦ વર્ષનો હતો. આ શખ્સ એકટિવા લઇને આવ્યો હતો તેણે મંદિરની જાળી ખોલી મંદિરમાં બિરાજમાન હનુમાનદાદાની મૂર્તિ ઉપર કાળો પથ્થર મારીને મૂર્તિ ખંડિત કરીને પલાયન થઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં વીએચપી અને બજરંગદળના હોદ્દેદારોએ ઘટનાની પોલીસને જાણ કરી હતી જેથી ડિવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ આરંભી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે ભગવાન સ્વામી કંપાઉન્ડમાં આવેલ રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો. 10 નું 86.06 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

ભરૂચના બાયપાસ પાસે હુશેનિયા ફાટક પાસેથી પિસ્તોલ અને તીક્ષ્ણ હથિયારો સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!