Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના પગલે ખેડા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદન.

Share

ગુજરાતના દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગેરકાયદેસર ધરપકડ અને દ્વેષ ભાવ પૂર્વકની ફરિયાદને રદ કરવા માટે કોંગ્રેસ દ્વારા ખેડા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમો સ્વતંત્ર ભારત દેશના સ્વતંત્ર નાગરિકો છીએ ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી સરકાર ધરાવતો દેશ છે જેમાં દરેક નાગરીકોને દેશના બંધારણમાં વિશિષ્ટ હક્કો આપવામાં આવ્યા છે. બંધારણે આપેલા હકનો મુજબ કોઈપણ વ્યક્તિ પોતાના સ્વતંત્ર અધિકાર મેળવી શકે છે જેમાં જ્ઞાતિ કે ધર્મ અને કોઈપણ પ્રકારનો બાદ હોતો નથી પરંતુ તાજેતરમાં ભારત સરકાર દ્વારા દેશના બંધારણને બદલવાના શરમજનક પ્રયત્નો થઇ રહ્યા છે. ગુજરાત રાજ્યના વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગેર બંધારણીય ધરપકડ કરી તેમની વિરુદ્ધ દ્વેષ ભાવ રાખી આસામ પોલીસ દ્વારા રાજકીય ઈશારે ખોટી ફરિયાદ કરવામાં આવી છે જેને ખેડા કોંગ્રેસ સમિતિ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. જીગ્નેશ મેવાણી ગુજરાત સરકારમાં ચુંટાયેલા ધારાસભ્ય છે તેઓની ધરપકડ કરતા પહેલા તેમને જાણ કરવી જોઈએ. ગુજરાત વિધાનસભાનું ચાલુ ધારાસભ્ય બંધારણીય જોગવાઈઓ મુજબ આ બાબતે વિધાનસભાના અધ્યક્ષને પરવાનગી લેવી આવશ્યક છે, આવી કોઈ પરવાનગી લેવામાં આવી છે કે કેમ ? તે સહિતના પ્રશ્નો કોંગ્રેસે આપેલા આવેદનમાં જણાવવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણીની ધરપકડ વખતે બંધારણની જોગવાઇઓનો કોઈ જ અમલ કરવામાં આવ્યો નથી જેથી સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઇ છે. દલિતો પર દિનપ્રતિદિન અત્યાચારો વધતા જાય છે. ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે તે લોકશાહીની હત્યા છે આ દિવસને ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણવામાં આવે તે સહિતની બાબતો પર શોધ કરી વડગામના ધારાસભ્યની ધરપકડને સખત શબ્દોમાં વખોડી કાઢી ગુજરાત સરકાર સઘળા પરિણામો ભોગવવા માટે જવાબદાર રહેશે તેમ જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા ના સ્થાનિક આદિવાસી સંઘઠનો તેમજ મુસ્લિમ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ,વડા પ્રધાન, ગૃહ મંત્રી રાજ્યપાલ, સહીતને સંબોધતું આવેદન આપ્યું. NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ ના કાયદાનો ભારે વિરોધ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે એપ્રેન્ટિસશીપ,તેમજ કાલોલ, સંતરોડ ખાતે ભરતી મેળો યોજાશે,

ProudOfGujarat

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!