Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ RTO ના કંપાઉન્ડમાં PWD ના રેકર્ડ રૂમમાં આગ લાગતાં તમામ રેકર્ડ બળીને ખાખ.

Share

નડિયાદમાં આર.ટી.ઓ કંપાઉન્ડમાં આવેલા રેકોર્ડ રૂમમાં આગ લાગતા તમામ રેકર્ડ બળીને ખાખ થઈ ગયા છે.

નડિયાદની PWD નાં રેકોર્ડ રૂમમાં આજે અચાનક આગ લાગી ગઈ હતી, અચાનક જ લાગેલી આગ ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાને કારણે રેકોર્ડ રૂમમાં રાખેલા તમામ રેકર્ડ બળીને ખાખ થઇ ગયા હતા. આખરે કેવી રીતે આ આગ લાગી કયા સંજોગોમાં આગ લાગી તે તમામ રહસ્ય અકબંધ રહ્યું છે. આગ લાગવા પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. આગ લાગવાના બનાવની ફાયર વિભાગને જાણ કરતા તરત જ નડિયાદ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. એક કલાકની ભારે જહેમત બાદ PWD ના રેકર્ડ રૂમમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. રવિવાર હોવાથી આગ લાગ્યા પછી પણ કોઈ જ અધિકારીઓ કે કર્મચારીઓ અહીં પહોંચ્યા નહોતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનો એ સુત્રોચ્ચાર અને નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

ProudOfGujarat

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી માટે ખેડૂતોને ખેતી નિયામક દ્વારા સૂચનો કરાયા

ProudOfGujarat

નડિયાદ : વસો ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ તથા લાઈસન્સ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!