નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલી ગાંધીજીની પ્રતિમા પાસેથી આજે વહેલી સવારે પસાર થયેલી એક એસ.ટી બસ રેલિંગમાં ઘુસી જવાથી અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
મળતી વિગતો અનુસાર નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલ ગાંધીજીની પ્રતિમા પાસેથી આજે વહેલી સવારે એક બસ પસાર થઇ રહેલ હોય જે બસ થરાદથી વડોદરા તરફ જતી હોય આ એક્સપ્રેસ બસ ઓવરબ્રિજના સરદાર ભવન પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એકાએક જ બસ ગાંધીજીની પ્રતિમાની ફરતે આવેલી રેલીમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગાંધીજીની પ્રતિમાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી પરંતુ અને ફરતે આવેલી રેલિંગ તૂટી ગઈ હતી તેમજ લોખંડની સીડી પણ તૂટી ગઈ હતી. ઉપરાંત એસ.ટી બસનો કાચ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો, તો બસના આગળના ભાગમાં પણ ભારે નુકસાની થઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં એસ.ટી બસના ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં બેઠેલા તમામ મુસાફરોને તાત્કાલીક ધોરણે અન્ય બસમાં રવાના કરવામાં આવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ