સગીરાનું અપહરણ કરી ગોંધી રાખી જાતિ વિષયક અપમાન કરવાના કેસમાં ત્રણ આરોપીઓને સખત કેદની સજા નડિયાદની સેશન્સ અદાલતે ફટકારી છે.
એક વર્ષ અગાઉ તા.2-3-21 ના રોજ આરોપી હૈદરબેગ મહંમદબેગ મિરઝા, યાસીનબેગ જહીરબેગ મિરઝા, શકીલબેગ જોરબેગ મિરઝા ત્રણેય સાથે મળી વડથલ મોટી ભાગોળ ખાતેથી ભોગ બનનાર સગીરાને બુદ્ધિનો લાભ લઇ ભોળવી લઈ અપહરણ કરી મહેમદાવાદ પાસેના વરસોલા ગામની સીમમાં આવેલ લાલ બંગલા તરીકે ઓળખાતા મકાનમાં ગોંધી રાખી ગુનાહિત કાવતરું રચી સગીરા સાથે શારીરિક અડપલા કરી શરીરે ઈજાઓ પહોંચાડી સગીરા અનુસૂચિત જાતિની હોય આથી તેને જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપીઓ વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોક્સો તેમજ એટ્રોસીટી એક્ટ ગુનો નોંધી ચાર્જશીટ કરેલ હોય જે કેસ નડિયાદની સેશન્સ અદાલતમાં જજ ડી આર ભટ્ટની અદાલતમાં ચાલતા સરકારી વકીલ ધવલ આર. બારોટ એ રજૂઆત કરી કે સમગ્ર દેશમાં ગેંગરેપ વધી રહયા છે અને સુપ્રીમકોર્ટે પણ આવી ઘટના સામે લાલ આંખ કરી છે ત્યારે સુપ્રીમકોર્ટના ચુકાદાઓ થકી ૧૨ જેટલા સાહેદોની જુબાનીઓ લઇ અને ૧૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ને ધ્યાને લઇ ધારદાર દલીલ કરેલ જે દલીલોને સેશન્સ જજે ગ્રાહ્ય રાખી આ કેસના ત્રણેય આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનારને રૂપિયા 20,000 દંડની રકમ ચૂકવવાની તેમજ સરકાર તરફથી રૂપિયા 50 હજાર ભોગ બનનારને ચૂકવવાનો ચૂકાદો નડિયાદની અદાલતે જાહેર કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ