Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કવોર્ડ.

Share

નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્કવોર્ડ એ ઝડપી પાડયો છે.

પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ પ્રોહી જુગાર ડ્રાઇવ અનુસંધાને પ્રોહી જુગારના વધુમાં વધુમાં કેસો કરવા કરેલ સુચના આધારે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ચૌહાણ તથા સર્વેલન્સ પો.સ.ઇ જે.એસ.ચંપાવત તથા સ્ટાફના માણસોએ અ.હેડ.કો. પ્રવિણસિંહ તથા પો.કો. અજીતસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે નડીયાદ કબ્રસ્તાન ચોકડી નજીક આર.બી સ્ટોલ નામની બંધ દુકાનમાં રેઇડ કરી બે ઇસમો (1) ઇમરાન ઉર્ફે ખીમલો રસુલ ખડકીવાલા રહે. નડિયાદ પેરેડાઇજ સોસાયટી વિશ્વકર્મા ફ્લૅટ પાસે, (2) શહેઝાદ સફીભાઈ ગુગરમાન હાલમાં ચાલતી IPL 20-20 ઓન લાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા સ્થળ ઉપરથી બંન્ને ઇસમો પાસે થી કુલ રૂ. ૪૦,૪૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ આ કેસમાં પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી ફરાર થયેલા આરોપી મહંમદ ઇદાયત ઉર્ફે ઇદુ ઉસ્માન વ્હોરાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આ કેસમાં નડીયાદ ટાઉન પો.સ્ટે. જુગાર ધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરામાં સીટી બસની સર્વિસ જોખમી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર્તાએ કોન્ટ્રાક્ટ રદ કરવા કરાઇ માંગ

ProudOfGujarat

અભિનેત્રી કશિકા કપૂર તેના નવા રોમેન્ટિક ગીત ઓ માહીથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા

ProudOfGujarat

ગોધરા: દિલ્હી- મુંબઈ એક્ષપ્રેસ હાઇવેના જમીન સંપાદનના જાહેરનામા સામે ખેડુતોની વાંધા અરજી સામે સુનાવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!