સરકારની સૂચના અનુસાર તા.૧૮/૦૪/૨૦૨૨ થી તા.૨૩/૦૪/૨૦૨૨ સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાના હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હેલ્થ મેળાના અનુસંધાને ખેડા જિલ્લા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, નડિયાદ ખાતે એક વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેકસનાં સીનીયર કોચ ર્ડો. મનુસુખ તાવેથીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના આયુષ અને હેલ્થ મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાતમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રમત સંકુલ ખાતે હેલ્થ મેળા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુદી જુદી ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઇઓ અને બહેનો પણ જોડાયેલી હતી. આ પ્રસંગે રમત પ્રેમીઓ, રમત ગમત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement