Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના વસો તાલુકામાં ખેતરમાં ખેડૂતોને જાણ કર્યા વિના રેલ્વેના નવા ટ્રેક નાંખવા ખોદકામ કરતા રોષ.

Share

નડિયાદના વસો તાલુકામાં રેલવે વિભાગ અને ખેડૂતો આમને-સામને આવી ગયા હતા. રેલવે વિભાગ દ્વારા બનાવાતા ટ્રેકને કારણે વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

નડિયાદના વસો તાલુકાના રૂણા ગામ ખાતે રેલવે વિભાગ દ્વારા નવા ટ્રેક બનાવવાના કારણે ખેડૂતો અને રેલવે વિભાગ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે આ અગાઉ કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર રેલવે વિભાગ દ્વારા નવા ટ્રેકને કારણે ખેતરમાંથી ઝાડ અને વનસ્પતિનો નાશ કરવામાં આવ્યો હોય, આ કામગીરી રોકવા માટે અનેક જમીન બચાવવા માટે ખેડૂતો જેસીબી આગળ સૂઈ ગયા હોય અને મહત્વનો મુદ્દો એ છે કે આ વિસ્તારના તમામ ખેડૂતોને અહીંથી એક રેલવે ટ્રેક પસાર થતો હોય જેના ભાગરૂપે રેલવે દ્વારા ખેડૂતોને જમીનની કિંમતની ચુકવણી કરવામાં આવે છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તારમાં જમીનના એક વીઘાના રૂપિયા ૧૪ થી ૧૫ લાખ બોલાય છે ત્યારે અમોને રેલવે વિભાગ દ્વારા માત્ર પાંચ કે છ લાખ રૂપિયા આપવામાં આવે છે જે અમને મંજૂર નથી. નવા રેલવે ટ્રેકને કારણે ખેતીને વ્યાપક નુકસાન થતું હોય છે. ખેતરોમાં ડાંગર, રીંગણા, તમાકુ અને આંબાના ઝાડ હોય જે કોઈપણ પ્રકારની જાણકારી આપવા વિના નષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે વિભાગ દ્વારા ખેડૂતોને પૂરતું અને ઓછું વળતર ચૂકવવામાં આવતા પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગોધરાની શેઠ.પી.ટી. આર્ટસ & સાયન્સ કૉલેજ ખાતે CATC-1 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ પરમારને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લમાં આજે વિશ્વ યોગ દિવસે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો થયો શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!