શુક્રવારે ગુડફ્રાઈડેના દિવસે દેવળોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન પણ કરાયું હતું. આ ઉપરાંત કૃસના માર્ગની ભક્તી તથા દેવળોમાં ભજનનો ગાવામાં આવ્યાં છે.આ દિવસે દાન, તપ અને આરધાનનાનો પર્વ એટલે ગુડફ્રાઈડે, ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર ગુડફ્રાઈડે પર્વ આજે સમગ્ર પંથકમાં મનાવવામાં આવ્યો છે.
નડિયાદ સેન્ટ મેરીસ ચર્ચના ફાધર રમેશ મેકવાને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં મહાસપ્તાહ ચાલી રહ્યો છે. આજે આ મહાસપ્તાહનો બીજો દિવસ એટલે ગુડફ્રાઈડે, પવિત્ર શુક્રવારે આજના દિવસે પ્રભુ ઈસુ ક્રોસ પર મૃત્યુ પામેલા હતા. માનવજાતિ માટે આ મુક્તિનો દિવસ ગણવામાં આવે છે કારણ કે સમગ્ર માનવજાતિને જીવન કેવી રીતે જીવવું તેનો પદાર્થ પાઠ પ્રભુ ઈસુએ શીખવ્યો છે. છેલ્લા બે વર્ષ કોરોનામા પુરા થયા છે અને આજે પ્રભુએ આ રૂડો અવસર આપ્યો છે ત્યારે અમારો કેથોલિક સંપ્રદાય ખૂબ જ પ્રેમ અને આનંદ તથા શાંતિથી પ્રભુના ગુણગાન ગાઈ પ્રાર્થના કરી રહ્યો છે. અને સમગ્ર માનવજાતિ માટે પ્રાર્થના કરે છે. આ પ્રસંગે ફાધર રમેશ, ફાધર વિલ્સેન્ટ અને ફાધર ફ્રાન્સિસ તથા ખ્રિસ્તી સમુદાયના લોકો હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ