Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ ખેડા જિલ્લા સહકારી સંધમાં ચેરમેન અને વાઇસચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ.

Share

નડિયાદ ખેડા જિલ્લા સહકારી સંધમાં બુધવારે ચેરમેન અને વાઇસચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે ભાજપ પ્રેરિત નવાગામના જયેશભાઇ સી. પટેલ અને રિફમાં કોંગ્રેસના ધીરૂભાઇ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવામાં આવી હતી. સંઘના ચૂંટાયેલા ૧૫ પૈકી ૧૪ સભ્યોએ મતદાન કર્યું હતું. જેમાં ચેરમેન પદે જયેશભાઇ પટેલને સાત મત મળતાં તેઓ વિજયી બન્યા છે. ખેડા જિલ્લામાં સહકારીક્ષેત્રમાં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી છે. આ ચૂંટણીમાં ૧૫ પૈકી ૧૪ સભ્યોએ મતદાન કર્યું હતું. આ મતદાન બાદ સંઘમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ધીરૂભાઇને છ મત મળતાં તેઓનો પરાજય થયો હતો અને ચેરમેન પદે જયેશભાઈ પટેલને સાત મત મળતાં તેઓ વિજયી બન્યા છે. આ ચૂંટણીમાં ૧૪ પૈકી એકમત નોટા હતો. સંઘમાં વાઇસચેરમેન પદે સંજયભાઇ પટેલ (નૈસ) અને માનદમંત્રી પદે અર્જુનભાઈ વાઘેલા બિનહરિફ ચૂંટાયા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટેમ્પો પલ્ટી ખાતા એક સમયે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

લીંબડીની અવધપુરી સોસાયટીમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા રેસ્કયુ કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!