નડિયાદમાં સગીરાના ખૂન કેસમાં ત્રણ આરોપીઓને નડિયાદની સેશન્સ અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની હકીકત એવી છે કે આરોપીઓ (1) મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ (2) ધ્રુવ ઉર્ફે બબુ સઓ વિમલકુમાર પટેલ (3) જિગીશા વિમલકુમાર પટેલ સહિતનાઓએ જાનકીદાસ સોસાયટીની બાજુમાં આવેલ સંતરામ ડેરી રોડ નડિયાદ ખાતે વર્ષ 2017 ની સાલમાં સાંજના સમયે આરોપી મીતને ક્રિકેટ રમવાનો શોખીન હોય ક્રિકેટના સટ્ટામાં લાખો રૂપિયાનું દેવું થઈ જતાં આ દેવું ભરપાઈ કરવા માટે આરોપીઓ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અજય ઉર્ફે ટીનો કૌશલ રાકેશ કુમાર સાથે મળીને ફરિયાદીની પૌત્રી સગીરા તાન્યાને તેના ઘરેથી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને લઈ જઈ ફરિયાદી પાસેથી રૂ. ૧૮ લાખની ખંડણી માંગેલ અને ફરિયાદીની પૌત્રીને અપહરણ કરી મોટર કારમાં બેસાડી જઈ મારી નાખવાના ઈરાદે પથ્થરો રાખી ભોગબનનારની લાશ પાણીમાંથી ઉપર ના આવે તે માટે ભોગબનના૨ને મોટા પથ્થર સાથે બાંધી વાસદ મહીસાગર નદીના પુલ ઉપર લઈ જઈ ભોગબનના૨ને નદીના પાણીમાં ફેંકી નીપજાવવાના ઈરાદે ગુનાહિત કાવતરું રચી એકબીજાને મદદગારી કરી ગુનો આચરેલો એ આથી આ કેસ નડિયાદની સેશન્સ અદાલતના જજ ડી આર ભટ્ટની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ગોપાલ ઠાકુર તથા પી આર તિવારી એ ૨૯ થી વધુ સાક્ષીઓને તપાસી અને ૯૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી ત્રણેય જણા એ બાળકીનું અપહરણ કરી ખંડણી માંગી બાળકીનું મોત કરવામાં આવેલ હોય પછી આ તમામ દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આ કેસના ત્રણે આરોપીઓને ઇ.પી.કો કલમ 363, 302, 364 એ 120બી, 201 ના ગુનામાં જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ જો દંડ ન ભરે તો વધુ એક વર્ષ કેદની સજા તેમજ મરણ જનારના પિતાને 4 લાખનું વળતર ચૂકવી આપવાનો નડિયાદની અદાલતે હુકમ કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ