Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિસાગર જિલ્લાના લુણાવાડા ધોરીડુંગરીના હાઇ લેવલ પુલથી 22 ગામોને ઝડપી પરીવહનની સુવિધા મળશે.

Share

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા – ધોરીડુંગરીના માર્ગ પર વિશ્વ બેંક યોજના હેઠળ રૂ.૧૮ કરોડના ખર્ચે મહીસાગર નદી પર હાડોડ ગામ પાસે હાઈ- લેવલ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુલ ૧૨ મીટર પહોળાઈ તેમજ ૪૦૩ મીટરની લંબાઈ ધરાવે છે. પુલની બંને અપ્રોચની કુલ લંબાઈ ૨૦૦ મીટર છે. પદયાત્રીઓની સલામતીને ધ્યાને લઇ પુલની બંને બાજુ ૧.૫ મીટર પહોળો ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે.

પુલના બાંધકામમાં ૩૬.૬ મીટરના ૧૧ ગાળા છે. પુલની ડિઝાઇનમાં કુલ ૪ પી.એસ.સી ગર્ડર સીસ્ટમનું સુપર સ્ટ્રકચર છે. પુલનું બાંધકામ ભારત સરકારના પ્રર્વતમાન આઈ.આર.સીના મારદંડો મુજબનું છે. જેમાં વાહન ચાલકો તથા રાહદારીઓની સલામતી પ્રત્યે વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરેલ આ પુલની ડિઝાઇન લાઈફ ૧૦૦ વર્ષની છે. નવિન પુલના નિર્માણથી લુણાવાડા, વીરપૂર તેમજ બાલાશિનોર તાલુકાના નાગરીકોને જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા આવવા માટે ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓના અંત આવવાની સાથે ગાંધીનગર અને અમદાવાદ જવા માટેનો અપગ્રેડ થયેલ રસ્તો પણ ઉપલબ્ધ થશે.

નવનિર્મિત પુલથી મહીસાગર જિલ્લાના ૨૨ ગામોના અંદાજે ૨.૫૦ લાખ જેટલા નાગરીકોને ઝડપી પરીવહનની સુવિધા મળશે તેમજ સમય અને ઈધણની બચત થશે. માર્ગ અને મકાન વિભાગ હેઠળના લુણાવાડા – ધોરીડુંગરી રસ્તા પર મહીસાગર નદી પર હાડોડ ખાતે હયાત સાંકડો અને ડૂબાઉ પુલ છે. જેથી ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન નદીમાં પૂરને કારણે વાહનવ્યવહાર અવર – જવર બંધ થઈ જતો હતો. જેની સીધી અસર મહીસાગર જિલ્લાના ૨૨ જેટલા ગામોને થાય છે. આ ગામો જિલ્લા મથક લુણાવાડા સાથે ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન સીધો સંપર્ક ગુમાવે છે.

Advertisement

આ સંજોગોમાં આશરે ૧૯ કિ.મી જેટલું વધારાનું અંતર કાપીને જિલ્લા મથકે જવું પડતું હોઈ શિક્ષણ અને તબીબી જેવી આવશ્યક સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તદુપરાંત વધારાના બળતણ અને સમયનો પણ વ્યય થાય છે. જેના નિરાકરણ રૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશ્વ બેંક યોજના હેઠળ , લુણાવાડા- ધોરીડુંગરી રસ્તાના પહોળા અને મજબૂતીકરણના કામમાં સમાવિષ્ટ હાડોડ ખાતે મહીસાગર નદી પર રૂ .૧૮ કરોડનાં ખર્ચે હાઈલેવલ પુલનું બાંધકામ એન્જીનીયરીંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન ( ઈ.પી.સી ) ટેન્ડર પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવ્યું છે.

નવા હાઈલેવલ પુલના બાંધકામમાં ૧૨ મીટર પહોળાઈનું સુપર – સ્ટ્રક્ચર છે , જેમાં લોકોની અવર – જવર માટે ૧.૫ મીટર પહોળાઈના બંને તરફ ફૂટપાથની જોગવાઈ રાખવામાં આવી છે. ફૂટપાથ અને પુલ પરના કેરેજ વે વચ્ચે સલામતી માટે આર.સી.સી. ક્રેશ – બેરીયરની પણ જોગવાઈ છે. જેનાથી પદયાત્રીઓની સલામતી માં વધારો થશે. પુલની ડિઝાઈનમા કુલ ચાર પી.એસ.સી ગર્ડર સીસ્ટમનું સુપર – સ્ટ્રક્ચર છે. જેમાં ટી – બીમ ડેક સ્લેબ ટાઈપનું માળખું લેવામાં આવ્યું છે. પુલની બાંધકામની ડિઝાઇન ભારત સરકારના પ્રવર્તમાન આઈ.આર.સી સ્ટાન્ડર્ડ મુજબનું છે. પુલની ડીઝાઈન લાઈફ ૧૦૦ વર્ષની છે, જેમાં મહીસાગર નદીના મહત્તમ ફલડ ડીસ્ચાર્જને ધ્યાને લઈ હાઈડ્રોલિક્સ ડીઝાઈન લેવામાં આવી છે.

આ નૂતન પુલમાં કુલ ૩૬.૬ મીટરના ૧૧ ગાળા છે અને મુખ્ય પુલની લંબાઈ ૪૦૩ મીટર અને એપ્રોચની લંબાઈ ૨૦૦ મીટર છે. પીઅર તથા એબટમેન્ટ આર.સી.સી. પ્રકારના છે. પુલનો પાયો ડીપ ફાઉન્ડેશન પ્રકારનો છે જેમાં દરેક પીઅર અને એબટમેન્ટ માટે ૧.૨ મીટર ડાયામીટરની પાઈલ્સ ડીઝાઈન ગણતરી મુજબ ૧૫ થી ૧૭ મીટર સુધી ઊંડાઈની સ્થળ સ્થિતિ મુજબ લેવામાં આવી છે. પુલ પર વાહનોની સરળ અવર – જવર માટે સ્ટ્રીપસીલ પ્રકારના એક્સપાન્શન જોઈન્ટ લેવલમાં છે. આમ, આ પુલનાં નિર્માણથી મહીસાગર જિલ્લાના રર જેટલા ગામોને સીધો ફાયદો થશે અને ચોમાસામાં હયાત ડૂબાઉ પુલ બંધ થવાથી થતી મુશ્કેલીઓનું કાયમી ધોરણે નિરાકરણ થશે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચમાં એમ ડી ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે પોલીસ પુત્ર સહિત અન્ય એકની ધરપકડ કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!