રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મેનેજીંગ ડિરેકટર GLPC ના અધ્યક્ષ સ્થાને નડીઆદ ખાતે ખેડા તથા આણંદ જિલ્લાની NRLM ના તમામ ઘટકની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. વધુમાં ૫ લાખથી વધુ વાર્ષિક ટર્નઓવર કરતા સ્વ સહાય જૂથોની મહિલાઓ પણ ઉપસ્થિત રહેલ. સદર બેઠકમાં NRLM ના તમામ ઘટકનું આગામી વર્ષ ૨૦૨૨-૨૩ નું વિગતવાર કરેલ આયોજન મુજબ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
મેનેજીંગ ડિરેકટરએ સ્વસહાય જૂથની મહિલાઓ સાથે તેઓ દ્વારા કરાતી પ્રવૃત્તિ અને ઉત્પાદિત ચીજ વસ્તુ વિશે માહિતી મેળવી હતી. વધુમાં સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ કરવા વિવિધ પ્લેટફોર્મ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. મેનેજિંગ ડિરેક્ટર દ્વારા RUDSETI ના Activities Report 21-22 નું વિમોચન કરવામાં આવ્યું. મેનેજીંગ ડિરેકટર તથા તમામ અધિકારી અને કર્મચારીએ મહિલાઓના ઉત્કર્ષ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશું એવા સંકલ્પ સાથે સમીક્ષા બેઠક પૂર્ણ થયેલ હતી. જિલ્લા વિકાસ અધિકારી- ખેડા, આણંદ અને ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સીના નિયામક ઓ, નિયામક-RSETI , લીડ બેન્ક મેનેજર, બન્ને જિલ્લાના ડી એલ એમ તમામ એ. પી.એમ- ડી., ટી. એલ. એમ., ક્લસ્ટર કોર્ડીનેટર ઉપસ્થિતિ રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ