Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : વડતાલધામમાં ૨૪ યુવકોએ દીક્ષા લીધી.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલખાતે મંગળવારે ચૈત્ર સુદ એકાદશીના શુભદિને ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ર૪ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો સહિત પાર્ષદોના પૂર્વાશ્રમના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ કાર્તિકી અને ચૈત્રી એકાદશીના શુભદિને ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય મહારાજ દ્વારા પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. જે અંતર્ગત આજે મંગવારે ચૈત્રી એકાદશીના શુભદિને ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા ર૪ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. જેમાં વડતાલ દેશના ૦પ, ગઢડા દેશના ૦૭, ધોલેરા દેશના ૦ર તથા જુનાગઢ દેશના ૧૦ મળી કુલ ર૪ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ર૪ દીક્ષાર્થીઓને યજ્ઞોપવિત, કંઠી, માળા પહેરાવી કાનમાં મંત્ર આપ્યો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સૌ દિક્ષાર્થી સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા, તેમજ શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર નિયમમાં રહેવાની શીખ આપી હતી. સૌ સંતોએ ધાર્મિક શાસ્ત્રનો અભ્યાસ કરી વડતાલ સંપ્રદાયનો વિકાસ કરવા જણાવ્યું હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજ સુધીમાં કુલ ૭૯ર પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી છે. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત અગ્રણીય સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થાનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ખળભળાટ

ProudOfGujarat

રાજ્યમાં 5 વર્ષમાં 4,363 મહિલા પર દુષ્કર્મ, અમદાવાદ ટોચ પર..

ProudOfGujarat

નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરી : બંધ મકાનના તાળા તૂટ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!