સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ગઈકાલે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હોય જેમાં અલગ અલગ જગ્યાઓ પર શ્રીરામ ની શોભાયાત્રા નીકળી હોય જેમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હોય તેમ છતાં નડિયાદના ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંઢેલી ગામે રાત્રિના સમયે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નિકળેલી શોભાયાત્રામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાઇ રીતે ઉશ્કેરણીજનક વીડિયો એડિટ કરી પોતાના સ્ટેટસમાં મૂકતા મામલો ગરમાયો હતો જે બાબતે ગામના લોકોને જાણ થઇ જતાં પોલીસે માહિતીના આધારે તાત્કાલિક ધોરણે સાંઢેલી ગામે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં લીધા હતા.
આ બનાવની વિગતો એવી છે કે નડિયાદના ઠાસરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી જેમાં પોલીસ સતત પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસને બાતમી મળેલ છે અમુક શખ્સો દ્વારા ઠાસરા ગામના સાંઢેલીમાં હિન્દુ શોભાયાત્રાની લાગણી દુભાઈ તેવી વીડીયો એડીટીંગ કરી પોસ્ટ મુકાયેલ છે જેના અનુસંધાને સમાજના લોકો અંબે માતાના મંદિરે ભેગા થવાના હોય તે માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે અંબે માતાના મંદિરે પહોંચી જઈ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ એલસીબી પી.આઈ ડાકોર પી.આઈ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે સાંઢેલી ગામે પહોંચી ગયો હોય, તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ કાફલો પણ સાથે રાખેલ હોય પોલીસે તાત્કાલિક ધોરણે અરાજકતા ફેલાવનાર પાંચ શખ્સો (૧) ઉર્વેશરઝાક સ/ઓ ઉસ્માનમીયા સીકંદરમીયા મલેક (ર) સહીદખાન ઉર્ફે સલ્લુ સ/ઓ મજીદખાન બસીરખાન પઠાણ (૩) મોઇનખાન સ/ઓ યાસીનખાન મહંમદખાન પઠાણ (૪) આલમીનબેગ સ/ઓ પીરૂબેગ યાસીનબેગ મિર્ઝા (૫) સોહીલમીયા સ/ઓ ઉમેદમીયા નીજામમીયા શેખ તમામ રહે. સાંઢેલી તા.ઠાસરાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોની પણ સંડોવણી હોઈ તેમના વિરૂદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ