ખ્રિસ્તી સમુદાયમાં ગુડ ફ્રાઈડેના અગાઉ આવતો રવિવાર એટલે પામ સન્ડે તરીકે ઉજવાય છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આ પર્વની ઉજવણી કરાઇ છે. દેવળોમાં વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
ખ્રિસ્તી ધર્મમાં હાલમાં તપ, ઉપવાસ, દાનધર્મ સાથે પ્રાર્થના કરવા સાથેનું તપરુતુનુ પર્વ ચાલી રહ્યું છે. ઇસ્ટર સન્ડે અને ગુડ ફ્રાઇડેના આગાઉનો રવિવાર પામ સન્ડે એટલે કે ખજૂરીના રવિવાર તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પ્રભુ ઇસુ યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે જેની સેન્ટ મેરીસ ચર્ચ નડિયાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં સભા પુરોહિત ફાધર રમેશ ફાધર સીજોન તેમજ ફા. પિયુષ એસ.જે. દ્વારા ધર્મજનો માટે તેમજ વિશ્વ શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી પામ સન્ડેની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ લાદ્યુ હતું. પરંતુ ચાલુ વર્ષે મહામારીમાંથી મુક્ત થતા આ પર્વની નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. ખ્રિસ્તી સમુદાય આ પવિત્ર દિવસની ઉજવણી કરી પ્રભુ ઈસુને માનવજાતિ ઉપર આવી પડેલ આપત્તિમાંથી બહાર કાઢવા આભાર માની સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ