Proud of Gujarat
GujaratFeaturedINDIA

બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની પોકસો અદાલત.

Share

ખેડા ખાતે સગીર વયની દીકરીને તા–૮/૪/૨૦૧૭ ના રોજ બપોરના સુમારે જગદીશભાઈ પ્રજાપતિના ભઠ્ઠા ઉપર આરોપી વિનોદ મોહનસિંહ જાટવ રહે. મુળ અમીરપુર, તા.મહાવત, જી.મથુરા, (યુ.પી.) હાલ રહે.નાયકા એ લલચાવી, ફોસલાવી પટાવી ભગાડી લઈ જઈ અવારનવાર તેણીની ઈચ્છા સંમતી વિના તેણીની સાથે એકથી વધુ વાર બળાત્કાર કરેલ અને જાતીય હુમલો કરેલ છે. જે મતલબની ફરીયાદીની ફ૨ીયાદ ખેડા ટાઉન નોંધાવતા આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો મળતાં ચાર્જશીટ દાખલ કરેલ. જેનો પોકસો જે કેસ નડીઆદના એડી.સેસન્સ ન્યાયાધીશ ડી.આર.ભટ્ટની અદાલતમાં સુનાવણી માટે આવતાં સરકારી વકીલ મૃગાબેન(પદમાબેન) વી.દવે નાઓ તથા વીથ પ્રોસીકયુસન મનીષાબેન પી. રોહીત નાઓએ ધારદાર દલીલ કરેલ સગીર દીકરીઓની ઉ૫૨ થતા બળાત્કારના ગુનાઓ વારંવાર બનતા હોય છે. આ કેસમાં સગીરા આ આરોપીથી બે વખત સગર્ભા બનેલ છે, ત્યારે આવા ગંભીર પ્રકારના કેસમા સમાજમાં દાખલો બેસે અને આવા પ્રકારના ગુનાઓ થતા અટકે જે દલીલો તથા પુરાવાને માન્ય રાખી પોકસો અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી આરોપી વિનોદ મોહનસિંહ જાટવ નાઓને ઉપરોકત ગુના સબબ ૨૦ વર્ષની સખત કેદ તથા દંડનો હુકમ કરેલ છે.આ કામે ભોગ બનનારને રૂ.૨,00,000/– વળતર તરીકે તથા રૂા.૩,00,000/- બાળકના ભવિષ્ય માટે ફીકસ ડીપોઝીટનો હુકમ કરેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં અકસ્માતના 3 બનાવો:3ના મોત 2 ઘાયલ

ProudOfGujarat

પાલેજ સહિત પંથક નાં ગામો માં ઇદે મિલાદ ની સોહાર્દ પૂર્ણ વાતાવરણ માં ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઝઘડિયા પોલીસે દેશી દારૂ વેચતાં ૧૩ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!