નડિયાદના કપડવંજ ખાતેથી પોલીસે રૂપિયા ૧૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
મળતી વિગતો અનુસાર કપડવંજ ટાઉન પોલીસે વિરલ પરિખ નામના બુટલેગરની વિદેશી દારૂની 16 બોટલો સાથે ધરપકડ કરી હતી જેની આકરી ઢબે પૂછતાછ કરતા બુટલેગર વિરલ પરીખે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે દારૂનો તમામ જથ્થો પોલ્ટ્રી ફાર્મ સંતાડી રાખેલો હોય આથી કપડવંજ સ્થાનિક ટાઉન પોલીસ અને જલોયા ગામની હદ વિસ્તારમાં આવેલ આતરસુંબા પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી પોલીસે પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડી ત્યાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ૫૦૭ નંગ વિદેશી દારૂની પેટીઓ કિંમત રૂ ૧૯ લાખ ૬૦ હજાર કબજે કરી આ પોલ્ટ્રી ફાર્મ પીન્ટુ પટેલ નામના વ્યક્તિનું હોય તે સહિતની વિગતોનો તાગ મેળવ્યો છે. હાલના સંજોગોમાં આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બુટલેગર વિરલ પરીખની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ નો ગુનો નોંધી આ તમામ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાંય મોકલવાનો હોય તે સહિતની દિશામાં તપાસ આરંભી છે.
નરેશ ગનવાણી : નડિયાદ