ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ સરકારી તબીબો પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ નહી આવતા ગત તા-૪ થી એપ્રિલથી હડતાળ પર ઉતર્યા છે.
ખેડા જિલ્લાના પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા તમામ સરકારી તબીબો એન.પી.એનની ૨૦૧૭ થી ચુકવણી, પ્રમોશન સહીત ૧૮ માંગણીઓ સ્વીકાર નહી આવતા વિરોધ નોંધાવ્યો હતો. આજરોજ ત્રીજા દિવસે તબીબોએ સિવિલ હોસ્પિટલ ખાતેથી રામધૂન બોલાવી હતી. તબીબોની હડતાળને લઈ જિલ્લામાં આરોગ્યની સેવાઓ ખોરવાઈ છે. જેને પગલે દર્દીઓને હાલાકી સામનો કરવો પડે છે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ