નડિયાદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ પર્વ પ્રસંગે ભગવાન ઝૂલેલાલની ૧૦૭૨ મી જન્મ જયંતી નિમિતે ઝુલેલાલ મંદિરમાં ભજન કિર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
શહેરના જવાહર નગરમાં બપોરે ૩ કલાકે સિંધી સમાજના પ્રમુખ કુમાર ભાઇ ટહેલ્યાણી સહિત મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ નવા વર્ષની શુભ કામના પાઠવી હતી ત્યારબાદ રીબીન કાપીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ વિસ્તારના વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફરીને મોડી સાંજે પરત મંદિરમાં આવી હતી. શોભાયાત્રામાં ત્રણ બગી સહિત અન્ય વાહનો તથા મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા. શોભાયાત્રામાં ભાઇઓ બહેનોના આયોલાલ ઝૂલેલાલ નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ પર્વ નિમિતે મંદિરમાં સવારે ૧૦ કલાકે બહેરાણા સાહેબ તથા ઝુલેલાલ ભગવાનની વિશેષ પૂજા અર્ચના, ભજન કિર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે ૮ કલાકે ભંડારો(લંગર) તથા રાત્રે ૧૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે પણ રાત્રે રંગારંગ કાર્યક્રમ યોજાશે. તેમજ સોમવારે જવાહરનગરના ભજન મંડળ દ્વારા આ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.
Advertisement