Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ એક્સપ્રેસ હાઇવે નજીક લોખંડ ભંગાર ભરેલી ટ્રક સહિત રૂ. ૭૨ લાખના મુદ્દામાલની લૂંટ.

Share

નડિયાદ એક્સપ્રેસ હાઇવે ટોલનાકાથી ડાકોર તરફ જવાના રોડ પર તા.૩૧ મી રાત્રિના ૧.૩૦ કલાકે ટ્રકમાં બેઠલા સ્ટીલ ફેક્ટરીના શ્રમજીવીને નડિયાદ નજીક ડાકોર પર ઉપર ઉતારીને તેને મારમારીને રોડની સાઇડમાં ખેતરમાં દોરડાથી બાંધીને લોખંડ ભરેલી ટ્રક સહિત રૂ. ૭૨ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવીને ટ્રક ચાલક સહિત પાંચ ઇસમો ફરાર થઇ ગયા હતા. અમદાવાદના ઓઢવમાં આવેલ મણીભદ્ર સ્ટીલ ફેકટરી માંથી ૨૫ ટન લોખંડ ભંગાર ભરીને એક ટ્રક હાલોલ જવા નીકળી હતી. આ બનાવ સંદર્ભે ટ્રકમાં બેઠલ અને ઇજાગ્રસ્ત સ્ટીલ ફેક્ટરીના શ્રમજીવી રીન્કુભાઈ જગરૂપભાઇ શર્માની ફરિયાદના આધારે નિડયાદ શહેર પોલીસે લૂંટ ચલાવનાર ટ્રક ચાલક અમરસિંહ સહિત પાંચ ઇસમો વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધીને આગળના કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

હલકી ગુણવત્તાનાં મટીરીયલનો ઉપયોગ કરી ભરૂચની દેરોલ ચોકડી પાસે રોડ રીપેરીંગ કાર્ય શરૂ કરાયું હોવાની ઉઠી બૂમ.

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેકટર.

ProudOfGujarat

અંકલેશ્વરમાં “ભૂખ્યાને ભોજન” નિઃશુલ્ક સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!