Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ.

Share

મે.પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી/વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે આજરોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ એલ.સી.બી. સ્ટાફને દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દેશી/વિદેશી દારૂના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત, એ.એસ.આઇ ભગવાન, અ.હેડકો.વિનોદકુમાર, હેડકો.મહેશભાઇ, અ.હેડકો.અમરાભાઇ, અ.હેડકો.રાજુભાઇ, અ.હેડકો.કિરણસિંહ, વુ.હેડકો.સાધનાબેન, પો.કો. રણજીતસિંહ તથા પો.કો.કેતનકુમાર વિગેરે પોલીસ માણસો સાથે પ્રોહી ડ્રાઇવ અન્વયે કઠલાલ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડકો. વિનોદકુમાર તથા પો.કો.કેતનકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે કઠલાલ, કાકરખાડ બળીયાદેવ મહારાજવાળા ફળીયા ખાતે રહેતા જયંતીભાઇ ભેમાભાઇ ડાભી રહે.કાકરખાડ, બળીયાદેવ મહારાજવાળા ફળીયામાં તા.કઠલાલ જી.ખેડા નાઓને પોતાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની કાચની બોટલો નંગ-૩૨૮ કિ.રૂ. ૧,૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ગુનામાં સંડોવાયેલ તમામ ઇસમો વિરુદ્ધમાં કઠલાલ પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ હેડકો.વિનોદકુમાર નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નેત્રંગનાં હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વર્ષ પછી પુલના નિર્માણથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ

ProudOfGujarat

ખોટા દસ્તાવેજ ઊભા કરનાર શિક્ષક મહેશ સુથાર સબ જેલના શરણે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!