Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો.

Share

ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં શિક્ષણ ભવન હોલ, મહેમદાવાદ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમા પ્રસંશનીય કામગીરી કરેલ મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ગ્રામિણ મહત્વને સમજીને ગ્રામ્ય જીવનને વધુ સારૂં બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહયા છે. જેના અનુસંધાને “મહિલા સશક્તિકરણ” ને પ્રોત્સાહન આપતાં “મિશન મંગલમ” દ્વારા ગ્રામ્ય કક્ષામાં વસવાટ કરતી બહેનો મિશન મંગલમ યોજના હેઠળ સ્વસહાય જુથો, સખી મંડળોની રચના કરવામાં આવી છે. આમ, મહિલાઓમાં રહેલી શક્તિઓ જયારે બહાર આવે છે, ત્યારે તે ફક્ત તેમના પુરતી સિમિત ન રહેતા સમાજના અન્ય લોકો માટે પણ ખૂબજ ઉપકારક બની રહે છે.

Advertisement

વધુમાં તેઓઓ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેવાડાના ગામોમાં વસતા બહેનોની આત્મસુઝ અને મહેનતને જો આ સરકારી યોજનાઓનું યોગ્ય માર્ગ દર્શન અને લાભ મળે તો મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસની સાથો સાથ તેમના બાળકો, ઘર અને પરિવારનો પણ વિકાસ થાય છે. જેથી સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયોનો લાભ લેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના અધ્યક્ષ જશોદાબેન, નગરપાલિકા પ્રમુખ શીલાબેન વ્યાસ, દહેજ પ્રતિબંધક અધિકારી જે.બી.પરમાર, પ્રોગ્રામ ઓફિસર કે.એ.પટેલ, નારી અદાલતના જિલ્લા કો.ઓર્ડિનેટર અંકિતાબેન ભાટીયા, પૂર્વપ્રમુખ મનીષાબેન પાંડવ, સરપંચ અને અન્ય મહાનુભાવો તેમજ મોટસ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાહુલ ગાંધીને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, માનહાની કેસ પર સજા પર રોક લગાવવાની અરજી ફગાવાઈ

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાલખી યાત્રા તેમજ મહારુદ્રાભીશેકનું આયોજન કરાયું

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!