Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં કોન્વોકેશન સેરેમની કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) માં આજે ૨૦ મી બેન્ચનો કોન્વોકેશન સેરેમની કાર્યક્રમ યોજાયો. તેમાં પરમ પૂજય મહંત રામદાસજી મહારાજ તથા સંત નિર્ગુન દાસજી મહારાજ અને મહેમાનોના હસ્તે બાળકના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

જેમાં શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરના બાળકો જેઓ ૧.૫ વર્ષની ઉંમર એ ગાયત્રી મંત્ર, ગુરુ મંત્ર, વિદ્યા મંત્ર, ૐ કાર મંત્રનુ ગાન પરમ પૂજય મહંત રામદાસજી મહારાજની સામે કર્યું હતું. આ મંત્રનુ ગાન સાંભળી પરમ પૂજય મહંત રામદાસજી મહારાજ ખુબ જ ગર્વ અનુભવ્યો હતો અને આ કાર્યક્રમમાં પરમ પુજ્ય મહંત રામદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળ માનસ વિકાસની જાગૃતિ લાવી ભાવિ પેઢીમાં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને, આદર્શ બને, પારિવારિકથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ, સંસ્કારી બને તેના વિશે પ્રવચન આપ્યું હતુ. સંત નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ૬ માસ થી 3 વર્ષના ૨૦૦ થી વધુ બાળકને તેમના જીવનનુ પ્રથમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ સંઘની પોતાની માંગોને લઈ રાજપીપળામાં વિશાળ રેલી,નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

નડિયાદ : નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

વડોદરામાં પ્રથમ વખત રાવણ દહનનો કાર્યક્રમ દશેરાના બીજા દિવસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!