Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં દિનશા પટેલ ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું.

Share

ર્ડા. એન.ડી.દેસાઈ ફેકલ્ટી ઓફ મેડીક્લ સાયન્સ એન્ડ રિસર્ચમા ચરોતરના પનોતા પુત્ર અને લોકલાડીલા નેતા દિનશા પટેલ દ્વારા સામાજિક કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અત્યંત આધુનિક ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના માટે રૂા. છ કરોડનુ માતબર દાન આપ્યુ છે. દિનશા પટેલ ડાયાલિસિસ સેન્ટર” મા ડાયાલિસિસ મશીનો હશે અને અત્યંત કુશળ ડોક્ટરો અને ЧО ટેક્નીશ્યનો દ્વારા આ સેન્ટર સૌ કોઈ માટે કિડની ડાયાલિસિસની સેવાઓ ઉપલબ્ધ કરાવશે. સામાજિક પ્રતિબધ્ધતાની ઉમદા લાગણીથી ધર્મસિહ દેસાઈ યુનિવર્સિટી સંલગ્ન ર્ડા. એન.ડી.દેસાઈ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં અત્યંત આધુનિક મેડીકલ કોલેજ કાર્યરત છે. તેમજ તેને સંલગ્ન હોસ્પીટલ જેની સેવાઓ સમગ્ર વિસ્તારમા નામના મેળવી રહી છે.

સ્થાપનાના માત્ર ત્રણ વર્ષના ટુંકા ગાળામાં અત્યાર સુધી સાત લાખથી વધુ આઉટડોર દર્દીઓ વિના મુલ્યે નિ:શુલ્ક લાભ લઈ ચુક્યા છે. તેમજ લગભગ ૪૫ હજાર કરતા પણ વધુ ઈનડોર દર્દીઓએ આ સેવાઓનો નિઃશુલ્ક લાભ લીધો છે. જેમાં ૧૮ હજાર જેટલી સફળ સર્જરી/ઓપરેશનોનો સમાવેશ થાય છે. લેબોરેટરી ટેસ્ટની સખ્યા દશ લાખને આંબવા જઈ રહી છે. અને પ હજાર એક્સ-રે અને ૩૦ હજાર જેટલી સોનોગાફી પણ થયેલ છે. હોસ્પીટલમા ઉપલબ્ધ બધીજ સેવાઓ વિનામુલ્યે અને નિઃશુલ્ક છે. તેની સાથે સાથે દર્દીઓને સવારનો નાસ્તો, બપોરનુ અને સાજનુ આરોગ્યપ્રદ ભોજન પણ નિ:શુલ્ક પીરસવામાં આવે છે. અત્યાર સુધીમા બે લાખ વીસ હજાર કરતા પણ વધુ ભોજનર્તાઓએ એનો લાભ લીધો છે.

કોરોનાની બન્ને લહેરોમા હોસ્પીટલે અત્યંત ઉમદા અને વિના મુલ્યે સેવાઓ આપી છે. જેના માટે રાજય સરકાર આ હોસ્પીટલને “વિશિષ્ટ સેવા અવોર્ડ” થી સન્માનિત કરવામા આવી છે. કોરોનાના કપરા સમયમાં ૨૫ હજાર કરતા વધુ કો૨ોના ટેસ્ટ, પાંચ હજાર જેટલા દર્દીઓ અને નવ હજાર જેટલા આઉટડોર દર્દીઓ અને ૨૫ હજાર કરતા પણ વધુ દર્દીઓને કોરોના સંલગ્ન સેવાઓ વિનામુલ્યે આપવામા આવી છે. તેમજ કોરોના વેકસીન આપવામા પણ સરકાર સાથે રહીને બે હજાર કરતા વધુ લોકોને વેકસીન આપવામા આવેલ છે.

વિશ્વકક્ષાની આ હોસ્પીટલમા નિષ્ણાત ડોક્ટ્રોની સેવાઓ અને આધુનિક સંસાધનો દ્વારા નિદાન અને ટેસ્ટીંગ ની સાથેસાથે માનવતા અને સદભાવના સાથે બધી જ સેવાઓ નિઃશુલ્ક અને વિનામુલ્યે આપવામાં આવે છે. આ સેવાઓમા દિનશા પટેલ જેવા દાતાનો સાથ સહકાર અને દાન સોનામા સુંગધ ભળવા સમાન છે. દિનશા પટેલ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ એ સામાજિક પ્રતિબધ્ધતા તરફનુ ધર્મસિહ દેસાઈ યુનિર્વસીટીનુ એક અત્યંત જરૂરી અને પ્રશંસનીય કાર્ય છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપળા : જંગલ જમીનની સનદ ધરાવતા દેડીયાપાડાનાં ખેડૂતોને રેવેન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જન્મ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

ProudOfGujarat

‘ગુલાબ’ ની ગુજરાતમાં અસર : અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!