આજરોજ તાલુકા પંચાયત નડીઆદ ગાંધીહોલ ખાતે પ્રમુખ સંજયસિંહ મહીડાના અધ્યક્ષ સ્થાને નડીઆદ તાલુકાના નવનિયુકત સરપંચઓ તથા તલાટી કમમંત્રીઓની સંયુકત બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમા મેહુલભાઇ દવે માન.જીલ્લા વિકાસ અધિકારી નડીઆદ ખાસ ઉપસ્થિત રહેલ.
આજની આ બેઠકનું આયોજન સરકાર દ્વારા નિયત કરેલ સંકલ્પને સિધ્ધ કરવા કરેલ જેમાં ગ્રામ્ય વિસ્તારના કુષોષીત બાળકો ગ્રામ પંચાયત સરપંચ દત્તક લઇ નિયમિત રીતે સાર સંભાળ રાખી પોષણક્ષમ બને તેવો સંકલ્પ લેવડાવી આ કામગીરી ૧૦૦ ટકા સફળ થાય તેવું તાલુકાની ૪૯ ગ્રામ પંચાયતના તમામ સરપંચોને આહવાન કરવામાં આવ્યું. વધુમાં માન.વડાપ્રધાન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જે માર્ગદર્શન આપેલ તે મુજબ વિવિધ કામો કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.
આ પ્રસંગે માન.જીલ્લા વિકાસ અધિકારી દ્વારા વિશેષ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. પ્રમુખ દ્વારા તમામ ગામે ગામનો જન્મ દિવસ, શાળાનો જન્મ દિવસ ઉજવવો જેવી અન્ય કામગીરી કરવા આહવાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રશ્મિભાઇ પટેલ ચેરમેનશ કારોબારી સમિતિ, મતી ચંદ્રીકાબેન પરમાર ચેરમેન સામાજીક ન્યાય સમિતિ, ભાર્ગવ બી. ઠાકર તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.
નરેશ ગનવાણી : નડિયાદ