Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર લકઝરી બસમાથી દેશી પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો

Share

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર લકઝરી બસમાથી દેશી પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો

મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર બાતમીના આધારે  પસાર થતી એક લક્ઝરી બસમાં સવાર એક મુસાફર પાસેથી દેશી પિસ્ટલ ઝડપી પાડી હતી. પોલીસે શખ્સની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે  ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

સેવાલિયા પોલીસ સોમવાર રાતે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ખાનગી લકઝરી બસ ઉજ્જૈન થઈ જઇ રહી છે. જેમાં એક શખ્સ ઘાતક હથીયાર લઇને સવાર છે. બાતમીના આધારે ઉપરોક્ત લક્ઝરી બસ ગોધરા  તરફથી આવતા લક્ઝરી બસને ઉભી રાખીને  પોલીસે લક્ઝરી બસની તલાશી લેતા બસમાં ૧૨ નંબરની સીટ પર બેઠેલા મૂસાફર પોલીસને જોઇ આઘો-પાછો થતો હતો. પોલીસને શંકા જતા મૂસાફરની પુછપરછ કરી હતી. જેણે પોતાનુ નામ અશોકગીરી પ્રકાશગીરી ગોસ્વામી રહે. મધ્ય પ્રદેશ જણાવ્યું હતું પોલીસે તલાસી લેતા દેશી પિસ્ટલ મળી આવી હતી. પોલીસે અશોકગીરીની અટકાયત કરી દેશી પિસ્ટલ રૂ. ૨૫ હજાર, મોબાઇલ રૂ. ૪ હજાર રોકડ રૂ. ૬૫૦ મળી કુલ રૂ. ૨૯ હજારનો ૬૫૦ મુદ્દામાલ જપ્ત કરી  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

કરજણ ને.હા.48 પાસે હલદરવા ગામ નજીક રોડ ક્રોસ કરતાં મજૂરીયાતને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યુ.

ProudOfGujarat

કરજણનાં સાંપા ગામની સીમમાં બની રહેલ બરોડાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામગીરીનાં સામાનની ચોરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની ચાર પૈકી ત્રણ બેઠક પર ભગવો લહેરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!