Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમાં તસ્કરોએ બંધ મકાનમાં ૧.૮૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા

Share

નડિયાદ પશ્ચિમમાં તસ્કરોએ બંધ મકાનમાં ૧.૮૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા

નડિયાદ પશ્ચિમમાં રહેતા પરિવારના સુરત લગ્નપ્રસંગે ગયા હતા અને તસ્કરોએ દિવસે મકાનને ટાર્ગેટ બનાવી દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ ૧.૮૦ લાખના મત્તાની ચોરી કરી ફરાર થયા છે.

Advertisement

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આઈજી માર્ગ પર પુષ્પકુંજ સોસાયટીના મકાનમાં  નિલેશકુમાર અંબાશંકર પાઠક તેમના પરિવાર સાથે રહે છે. ગઇકાલે પત્ની સાથે સુરત પોતાના સંબંધીના લગ્નમાં ગયા હતા. જ્યારે તેમની બે દીકરીઓ સવારે કોલેજ ગઇ હતી‌.જેમા મોટી દિકરી જે  આણંદ કોલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરે છે. સાજના પોણા સાત વાગ્યે પોતાના ઘરે આવતાં જોયું તો ઘરનુ મુખ્ય દરવાજાનું તાળું તૂટેલુ હતું અને ઘરની અંદર ઘરનો સામાન વેરવિખેર પડેલ હતો. જેથી ગભરાયેલી યુવતીએ પોતાના પિતા નિલેશકુમારને જાણ કરી. સુરતથી ઘરે આવ્યા ત્યારે નિલેશકુમાર પાઠકે જોયું તો બે રૂમમાં સામના વેરણછેરણ હતો. અને તપાસ કરતા લોખંડની તીજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર પડ્યો હતો.તીજોરીમા  મૂકેલા સોના ચાંદીના દાગીના મળી આવ્યા ન હતા. જેની કિંમત રૂપિયા ૧ લાખ ૪૦ હજાર તેમજ રોકડ રૂપિયા ૪૦ હજાર કુલ  ૧ લાખ ૮૦ હજાર ચોરી થઇ છે. પરિવારનો હનુમાન છે. આ ચોરી સવારના ૧૦થી સાજના પોણા સાત વાગ્યા વચ્ચે થઇ હશે
આ મામલે નિલેશકુમાર અંબાશંકર પાઠક નડિયાદ પશ્ચિમ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો ઉગ્ર બન્યો.

ProudOfGujarat

બોલેરો પીકઅપ ગાડી માંથી જંગી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

લીંબડી તાલુકાના રળોલ ગામના પાટીયા પાસેથી ગેરકાયદે હાથ બનાવટની પિસ્તોલ સાથે વઢવાણનો શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!