ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં આચાર્ય ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી વિદ્યાર્થીઓના વિકાસ લક્ષી અનેક પ્રવૃત્તિઓ યોજાય છે. આ સાથે આ વિદ્યાર્થીની બહેનો પ્રગતિ લક્ષી શિબીરોમાં પણ ભાગ લે છે. તારીખ : ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સુરજબા મહિલા આર્ટસ કોલેજ નડિયાદમાં યોજાયેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી નડિયાદ દ્વારા ૧૦ જેટલી નામી કંપનીઓ ના નોકરીના દાતા ની ઉપસ્થિતિમા સ્વરોજગાર મેળાનું આયોજન થયેલ હતું. જેમાં સી. બી પટેલ આર્ટસ કોલેજ, નડિયાદની ૧૧૦ થી વધુ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો.
અને દરેક વિદ્યાર્થીનીએ પોતાના રિઝ્યુમ, ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ આપવાનો લાભ લીધો હતો. આ સ્વરોજગાર મેળામાં આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવે સરના માર્ગદર્શન હેઠળ સ્વરોજગાર શિબિરમાં વિદ્યાર્થીની બહેનો સાથે સી બી પટેલ આર્ટસ કોલેજ નડિયાદના પ્લેસમેન્ટ વિભાગના કન્વીનર ડો. પ્રકાશભાઈ રાઠવા અને CWDC ના કન્વીનર ડો .કલ્પનાબેન ભટ્ટ તથા રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો .સૂરજ બેન વસાવાએ માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેઓ પણ આ મેળામાં વિદ્યાર્થીઓના પ્રોત્સાહક બળ રૂપે હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ