ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચથી પ્રારંભ થનાર છે. આ પૈકી નડિયાદ જિલ્લા જેલમાં કાચા કામના ત્રણ કેદી બોર્ડની પરીક્ષા આપશે. જેમાં એક મહિલા અને એક પુરૂષ કેદી ધો. ૧૦ માં અને ધો. ૧૨માં એક પુરૂષ કેદી પરીક્ષા સેન્ટર વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પરીક્ષા આપશે. જેલ વિભાગ દ્વારા આ ત્રણેય કેદીઓને વાંચવા માટે જરૂરી બુક પણ પૂરી પાડવામાં આવી છે
નડિયાદ જિલ્લા જેલમાં વિવિધ ગુનાઓમાં કાચા કામના ત્રણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં કાચા કામના મહિલા કેદી ધો.૧૦ માં રિપીટર અને એક પુરૂષ કેદી રેગ્યુલર ધો.૧૦માં પરીક્ષા આપશે. ધો. ૧૨ સા. પ્ર.માં એક પુરુષ કેદી પરીક્ષા આપશે. ઉપરોક્ત ત્રણેય કેદીની પરીક્ષા વડોદરા મધ્યસ્થ જેલ (પરીક્ષા સેન્ટર) ખાતે લેવાશે. કેદીને બોર્ડની પરીક્ષા પૂર્વે પોલીસ જાપ્તા સાથે વડોદરા જેલ મોકલી આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત નડિયાદ જેલમાં આવી જશે.
નરેશ ગનવાણી : નડિયાદ