Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યામાં પ્રથમવાર સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના બંને હાથનું દાન કરવામાં આવ્યું

Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના 52 વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી. અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હૃદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હૃદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

Advertisement

દશેરાના દિવસે અરૂણભાઇના થયેલ અંગદાનની વિગતમાં તેઓ નડીઆદના વતની હતા. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. જેમાં તેમના પરિવારજનોએ સામાન્ય રીતે થતા હૃદય, ફેફસાં અને કિડનીના અંગોના દાન માટે સમંતિ દર્શાવી હતી. સાથો સાથો પ્રથમ વખત એવું બન્યું કે અંગદાનમાં બંને હાથના દાન માટે પણ પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હોય.


Share

Related posts

ચોરીની એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત ઝરણી (વેલાવી) ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

ભરૂચ પાલિકા પ્રમુખનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે ઇસ્યુ કરવા મામલે આવતીકાલે સુનાવણી : PI ને કોર્ટમાં હાજર રહેવા ફરમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!