Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં 2.5વર્ષની સગી દિકરી પર નરાધમ બાપનું દુષ્કર્મ, દાદા-દાદી અને માસીની સંડોવણી

Share

 

સૌજન્ય/નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવારની 2 વર્ષ 6 માસની માસુમ બાળકી ઉપર તેના સગા પિતાએ પરિવારજનોની મદદથી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બાળકીની ઉંમર અને અન્ય પાસાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ અત્યંત ગુપ્ત રીતે બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હેવાન પિતાએ 6 માસ પહેલા પણ પોતાની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની વિગતો સાંપડી છે. હાલમાં માતાની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બાળકીના પિતા, દાદા – દાદી સહિત 5 વ્યક્તિઓ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં જિલ્લા કોર્ટ પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની 2 વર્ષ 6 મહિનાની માસુમ બાળકી ઉપર તેના 29 વર્ષીય પિતાએ પ્રથમ વાર છએક મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફરીવાર તેણે બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવી હોવાનું કહેવાય છે. આ ગુનામાં બાળકીના દાદા-દાદી, માસી અને અન્ય એક વ્યક્તિની પણ સંડોવણી હોવાથી આ તમામ સામે હાલમાં નડિયાદ ટાઉન પોલીસ મથકે બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસે બાળકીને સારવાર અને તબીબી પરિક્ષણ માટે મોકલી આપી છે. હાલમાં નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે. અતિ ગંભીર અને સંવેદનશીલ એવા આ મામલામાં પોલીસ કોઇ આરોપી છટકી ન જાય તેની પૂરતી તકેદારી રાખી રહી છે. અતિસંવેદનશીલ મામલાને લઇને પોલીસ ખૂબજ સતર્કતાથી હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. કહેવાય છે કે આરોપી પિતાની ઉંમર 29ની આસપાસની છે અને તે મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત છે.

Advertisement

અઢી વર્ષની માસુમને પિંખનાર પિતાને કડક સજા કરવાની માગણી

કાળજાનો કટકો એવી માત્ર 2 વર્ષ અને 6 માસની માસુમ દીકરીને જ પિંખનાર નરાધામ પિતા અને તેના પરિવાર ઉપર હાલમાં સહુ કોઇ ફીટકાર વરસાવી રહ્યા છે. જ્યારે દૂષ્કર્મ આચરનાર પિતાની ઉંમર 29 વર્ષની છે અને તે મેડિકલના ક્ષેત્રમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.

બળાત્કાર,પોક્સોની કલમો હેઠળ ગુનો

નડિયાદ ટાઉન પોલીસ દ્વારા મંગળવારે મોડી રાત્રે બળાત્કાર અને પોક્સોની કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે પોલીસ હાલમાં આ મામલાની વિસ્તૃત તપાસ કરી રહી છે.

બાળકીને તબીબી પરિક્ષણ માટે મોકલાઇ
અઢી વર્ષની બાળકી પરના દૂષ્કર્મ પ્રકરણને લઇ પોલીસ દ્વારા તેનું તબીબી પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે આ બનાવમાં પરિવારના સભ્યો સહિત અન્ય એકની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.


Share

Related posts

ઝઘડીયા મત ગણતરી કેન્દ્ર ખાતે રૂમમાં સાપ દેખાતા અફરાતફરી.

ProudOfGujarat

ભરૂચ : ટ્રાન્સપોર્ટ સાથીદારની દાદાગીરી : ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાની મથામણમાં આરોપીએ તેના દીકરા સાથે મળીને ઈસમના ગળામાંથી ચેઇન ઝુંટવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું, ટેસ્ટ માટે લોકોની લાઈનો પડી, કોવિડ પ્રોટોકોલથી અંતિમક્રિયા અને દફનવિધિ માટે સ્મશાન અને કબ્રસ્તાનમાં મૃતદેહ યથાવત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!