આજથી એસ એસ સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે 244 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયા છે, પરીક્ષા કેન્દ્રના પ્રવેશ દ્વારે શાળા સંચાલકો દ્વારા પુષ્પ આપી પરિક્ષાર્થીઓનું સ્વાગત કરાયું. આજે 14 મી માર્ચ 2023 થી ગુજરાત માધ્યમિક વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે પણ ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. આ કેન્દ્ર ખાતે નબીપુર, સિતપોણ, દયાદરા અને થામ ગામના આશરે 244 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયા છે.
પરીક્ષા કેન્દ્ર પર શાળા પ્રમુખ આબીદભાઈ મેમ્બર, શાળા કમિટીના સભ્યો અને બિલ્ડીંગ સંચાલક ઉસમાનગની દીવાન અને શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને શાળાના પ્રવેશ દ્વારે પુષ્પ આપી મો મીઠું કરાવી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી આવકાર્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને શાળા પરિવાર તરફથી બાળકોને પરીક્ષા દરમ્યાન કોઈ તકલીફ ના પડે તેની સંપૂર્ણ તકેદારી રખાઈ હતી. પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રની આજુબાજુ શાંતિ જણવાય રહે અને બાળકો નીડરતાથી પરીક્ષા આપી શકે તે માટે નબીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ખડેપગે સેવા બજાવી હતી. ગ્રામજનોએ પણ બાળકોને તકલીફ ના પડે તેની તકેદારી લીધી હતી.
યાકુબ પટેલ, પાલેજ
નબીપુર કેન્દ્ર ખાતે એસ.એસ.સી ના પરીક્ષાર્થીઓનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરાયું.
Advertisement