Proud of Gujarat
FeaturedGujarat

ઘી નબીપુર એડયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય વહીવટદાર નિમણુક કરવા માંગ…

Share

ઘી નબીપુર એડયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય.ચેરિટી મદદનીશ કમિશનરની વહીવટદાર નિમણુક કરવાની માંગ સાથેનું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ છે.આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગેરબંધારણીય રીતે દર વર્ષની ૧૫મી માર્ચ સુધી સભ્યની નોંધણી કરવાની હોય માથાભારે વહીવટકર્તાઓ ગ્રામજનોને હકથી વંચિત રાખી સભ્ય નોંધણી કરવાની ના પાડે છે.જે અંગે ચેરિટી કમિશનરને અરજી પાઠવેલ છે.તેમજ ટ્રસ્ટના બની બેઠેલા પ્રમુખ ૩૧-૦૩-૨૦૧૦ થી ટ્રસ્ટમાં રાજીનામુ આપેલ હતું.ત્યાર બાદ તેઓ કોઈજ સભ્યપદ ધરાવતા ન હતા તેમ છતાં ટ્રસ્ટના બંધારણનું ઉલ્લંઘન કરી મેનેજીંગ ટ્રસ્ટીઓના મેળાપીપણામાં કાર્ય થઇ રહ્યું છે. માથાભારે ઈસમોએ તાજેતરમાં નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષકોની ભરતીમાં લાખો રૂપિયા અંદાજિત રૂપિયા ૨૮ લાખ કરતા વધુ ઉઘરાવી લઇ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરેલ છે.આ ઉપરાંત નાણાકીય કોઈ આયોજન ન હોવા છતાં હાલ નબીપુર હાઈસ્કૂલના ભાડાના મકાનમાં થયેલ રૂપિયા ૮ લાખના રીનોવેશનની કામગીરી કેવી રીતે થઇ આ બધા કારણો આપી ટ્રસ્ટને ગેરકાયદેશર રીતે કબ્જે કરી લેનાર ઈસમો રાજકીય હોય સંસ્થાને રાજકીય અખાડો બનાવી દીધેલ હોવાનું આવેદન પત્રમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકાના સેલંબા ગામે સગીર વયની કન્યાને લગ્નની લાલચે ભગાડી અપહરણ કરતા ફરિયાદ.

ProudOfGujarat

ગુજરાતના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાશે, આગામી 12 અને 13 ડિસેમ્બરે વરસાદની આગાહી : ઠંડીનો ચમકારો પણ વધશે.

ProudOfGujarat

ભરૂચમાં પણ SMA1 નામની બીમારીથી એક ત્રણ મહિનાનું બાળક છે પીડિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!