Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુરના ચકચારી વૃદ્ધની કરપીણ હત્યાના મામલે ભરૂચ એલસીબી પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી હતી.

Share

ગત 30 મી જાન્યુઆરીના રોજ નબીપુર ગામે 82 વર્ષિય વૃદ્ધ મહંમદ ઉમરજી ચેતનની હત્યા કરી તેમની લાશને પુરાવાનો અને નાશ કરવાના પ્રયત્નો કરવાના ષડયંત્ર પોલીસે જે તે સમયે કુલ છ આરોપી પૈકી પાંચ આરોપીની અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા. જયારે એક આરોપી મહેમુદ ઇબ્રાહિમ શા દીવાન ફરાર થઇ ગયો હતો. દરમ્યાન મહેમુદ ઇબ્રાહિમ શા માલેગાંવ, મહારાષ્ટ્ર્ર પોલીસના હાથે આર્મ્સ એકટ અંતર્ગત ઝડપાઈ જતા ભરૂચ એલસીબી પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેનો કબ્જો મેળવી હત્યાના ગુના સહિત અટક કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયાની મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા સ્કુલ બેગ વિતરણ કરાયું.

ProudOfGujarat

વડોદરા શહેરમાં હત્યામાં પકડાયેલાં આરોપીઓએ કહ્યું ‘અમે દાદા નથી, ગાય છીએ’…

ProudOfGujarat

લીંબડી હેલીપેડ ખાતે જીઆરડી ની તાલીમ અને પાર્સીગ આઉટ પરેડ યોજી તાલીમ પૂર્ણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!